કાશ્મીરમાં PDPના સૂપડાં સાફ, જમ્મુમાં ભાજપને લીડ, જુઓ કોની બની રહી છે સરકાર

October 08, 2024

     
  હરિયાણાના ચૂંટણી પરિણામ:10.45 AM
 

કોંગ્રેસ+

36
  ભાજપ+ 47
  INLD+ 1
  OTH 6
  કુલ બેઠક 90
  જમ્મુ કાશ્મીરના ચૂંટણી પરિણામ:10.45 AM
  ભાજપ 28
 

કોંગ્રેસ+

47
  PDP 4
  OTH 8
  કુલ બેઠક 90

જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધીના ચૂંટણી પરિણામો અનુસાર નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન સરકાર બનાવશે તેવું લાગી રહ્યું છે. પીડીપીને ભારે નુકસાન થઈ રહ્યું છે. 

શ્રી માતા વૈષ્ણોદેવી વિધાનસભા બેઠક પરથી ભાજપ આગળ 

ઉરી વિધાનસભા બેઠક પરથી નેશનલ કોન્ફરન્સના સજ્જાદ શફી આગળ ચાલી રહ્યા છે. શ્રી માતા વૈષ્ણોદેવી વિધાનસભા બેઠક પરથી ભાજપના બલદેવ રાજ શર્મા આગળ ચાલી રહ્યા છે. ત્રાલ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના સુરિન્દર સિંહ આગળ છે.

કોંગ્રેસ ગઠબંધન બહુમતી તરફ


જમ્મુ-કાશ્મીરમાં શરૂઆતી વલણોમાં કોંગ્રેસ ગઠબંધન બહુમતીની નજીક પહોંચી ગયું છે. કોંગ્રેસ ગઠબંધન 47 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 32 બેઠકો પર આગળ છે. પીડીપી 5 બેઠક પર આગળ છે જ્યારે અન્ય 3 બેઠક પર આગળ છે.

'PM મોદીને પણ જલેબી મોકલીશું'

કોંગ્રેસના નેતા પવન ખેરાએ હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પર કહ્યું, 'અમને વિશ્વાસ છે કે આજે અમને દિવસભર લાડુ અને જલેબી ખાવા મળશે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જલેબી મોકલવાના છીએ. અમને વિશ્વાસ છે કે જમ્મુ અને કાશ્મીર અને હરિયાણામાં બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ.'

બંને સીટો પર ઓમર અબ્દુલ્લા આગળ છે

જમ્મુ અને કાશ્મીરના પૂર્વ સીએમ અને એનસીના વરિષ્ઠ નેતા ઓમર અબ્દુલ્લા પ્રારંભિક વલણોમાં બંને સીટો પર આગળ ચાલી રહ્યા છે. તેઓ બડગામ અને ગાંદરબલથી ચૂંટણી લડી રહ્યા છે.

કોંગ્રેસે ઉજવણી શરૂ કરી 

એક તરફ જ્યાં મતગણતરી શરૂ જ થઈ હતી ત્યાં દિલ્હીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ જીતની આશા સાથે ઉજવણી શરૂ કરી હતી.

ભાજપ નેતાએ કર્યો હવન 

જમ્મુ કાશ્મીરના ભાજપ અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ મતગણતરીના દિવસે અષ્ટભવાની મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી. 

સૌ કોઈને શુભકામના: અબ્દુલ્લા 

મતગણતરી પર NC નેતા ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું, કે 'અમે સારી લડત આપી, એવા જ પરિણામ આવશે.'