Breaking News :
કેનેડાએ સ્વીકાર્યું- એર ઇન્ડિયા ફ્લાઇટ બ્લાસ્ટ ખાલિસ્તાનીઓએ કર્યો:41 વર્ષ પહેલાં આતંકવાદી હુમલામાં 329 લોકોનાં મોત થયા, મોટાભાગના ભારતીય મૂળના હતા વેનેઝુએલાના અનેક શહેરોમાં વિનાશ:10 હજાર લોકોના મોતની આશંકા; 7.2 અને 7.5ની તીવ્રતાના ભૂકંપથી અનેક ઇમારતો ધરાશાયી રાષ્ટ્રપતિના હસ્તે મોટું સન્માન : અલ્કા યાજ્ઞિક અને મમૂટીને પદ્મ ભૂષણ, આર.માધવનને પદ્મશ્રી એનાયત ઇમરાન હાશ્મી વધુ એક હોરર ફિલ્મ રુહમાં કામ કરશે IPLમાં પંત-કુલદીપ બાદ હાર્દિકની ટીમ બદલાવાની ચર્ચા, 3 વખતની ચેમ્પિયન ટીમ તરફથી 'ઓફર' પોર્ટુગલની ધમાકેદાર જીત, રોનાલ્ડો બે ગોલ ફટકારી દુનિયાનો એવો પ્રથમ ખેલાડી બન્યો જેણે આ સિદ્ધી મેળવી

1 વર્ષ બાદ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવાયું, ગૃહ મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડ્યું

February 04, 2026

મણિપુર : મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન હટાવી દેવાયું છે. ગૃહ મંત્રાલયે આ મામલે મંગળવારે (4 ફેબ્રુઆરી) સત્તાવાર નોટિફિકેશન બહાર પાડીને જાહેરાત કરી છે. આ નિર્ણય, 4 ફેબ્રુઆરી 2026થી લાગુ થશે. નોટિફિકેશનના અનુસાર, બંધારણના અનુચ્છેદ 356ની કલમ (2)ના હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને મણિપુર રાજ્યમાં 13 ફેબ્રુઆરી, 2022 ના રોજ લાદવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનની ઘોષણાને રદ કરી છે. આ આદેશ સાથે રાજ્યમાં કેન્દ્રીય શાસનની વ્યવસ્થાનો અંત આવ્યો છે.

દિલ્હીમાં યોજાયેલી મણિપુર ભાજપ વિધાનસભા પક્ષની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના નેતા યુમનામ ખેમચંદ સિંહને ગઈકાલે(3 ફેબ્રુઆરી) ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. હવે તેઓ મણિપુરના નવા મુખ્યમંત્રી બનશે. ગઈકાલે સાંજે લગભગ 5 વાગ્યે દિલ્હી ભાજપ મુખ્યાલય ખાતે મણિપુરના ભાજપ ધારાસભ્યોની એક બેઠક યોજાઈ હતી. જેમાં યુમનામ ખેમચંદ સિંહને ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. મહત્ત્વનું છે કે મણિપુરમાં લગભગ એક વર્ષથી રાષ્ટ્રપતિ શાસન લાગુ હોવાથી મુખ્યમંત્રીનું પદ ખાલી છે.