અમેરિકામાં પૂરથી તારાજીના ભયાવહ દ્રશ્યો: 50ના મોત, 27 બાળકીઓ સહિત અનેક તણાયા
July 06, 2025
ટેક્સાસ : અમેરિકાના ટેક્સાસના હિલ કાઉન્ટી વિસ્તારમાં ચોથી જુલાઈએ આવેલા ભારે વરસાદ અને વિનાશક પૂરના કારણે નવ બાળકો સહિત 50થી વધુના મોત થયા છે. હજી પણ 23 છોકરીઓ સહિત 27 લોકો ગુમ છે, જ્યારે 237ને બચાવવામાં આવ્યા છે. પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ઈમરજન્સી ટીમો પૂરી તાકાત સાથે બોટ અને હેલિકોપ્ટરની મદદથી સતત શોધ કરી રહી છે.
ગુઆડાલુપ નદીના કિનારે સ્થિત ખ્રિસ્તી સમર કેમ્પની 27 છોકરીઓ હજુ પણ ગુમ છે. શુક્રવારે (ચોથી જુલાઈ) સવારના 45 મિનિટ પહેલા જ મુશળધાર વરસાદને કારણે નદીનું જળસ્તર 26 ફૂટ વધી ગયું હતું, જેના કારણે ઘરો અને વાહનો તણાઈ ગયા હતા. ટેક્સાસ ઈમરજન્સી મેનેજમેન્ટ વિભાગના વડા નિમ કિડે સ્વીકાર્યું છે કે જેમ જેમ કલાકો પસાર થાય છે તેમ તેમ બચી ગયેલા લોકોને શોધવાની શક્યતા ઓછી થતી જાય છે.'
અહેવાલો અનુસાર, ભારે વરસાદ આ પૂરનું મુખ્ય કારણ માનવામાં આવે છે. અમેરિકન મીડિયા અહેવાલ મુજબ, ટેક્સાસના હિલ કન્ટ્રી અને એડવર્ડ્સ પ્લેટુ પ્રદેશોમાં માત્ર ચાર કલાકમાં લગભગ ચાર મહિના જેટલો વરસાદ પડ્યો હતો. એવો અંદાજ છે કે શુક્રવારે આ વિસ્તારમાં લગભગ 1.8 ટ્રિલિયન ગેલન પાણી પડ્યું હતું. કેર કાઉન્ટી અને આસપાસના વિસ્તારોમાં 10થી 15 ઇંચ વરસાદ નોંધાયો હતો, જ્યારે રાષ્ટ્રીય હવામાન સેવાએ 8 ઇંચ વરસાદનો અંદાજ લગાવ્યો હતો. આ ભારે વરસાદને કારણે, ગુઆડાલુપ નદીનું સ્તર માત્ર 45 મિનિટમાં 26 ફૂટ સુધી વધી ગયું.
Related Articles
અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુ મથક સહિત 90 સ્થળે સ્ટ્રાઇક
અમેરિકાની ચાબહાર પોર્ટ, અણુ મથક સહિત 90...
Jul 10, 2026
ઈરાનના બુશહરમાં ફરી ધડાકા, ટ્રમ્પ-નેતન્યાહૂએ કરી ટેલિફોનિક વાતચીત
ઈરાનના બુશહરમાં ફરી ધડાકા, ટ્રમ્પ-નેતન્ય...
Jul 10, 2026
AIની વિશ્વના ટેક સેક્ટર પર અસર, 2026માં 1,20,000ની છટણી
AIની વિશ્વના ટેક સેક્ટર પર અસર, 2026માં...
Jul 10, 2026
'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી...', ઈરાન પર ભડક્યા ટ્રમ્પ, દુનિયાના ધબકારા વધ્યાં
'આ લોકો બીમાર છે, મારે કોઈ ડીલ નથી કરવી....
Jul 08, 2026
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ ફટાકડાં ફોડ્યા, વોશિંગ્ટન ડીસીમાં 'કોડ રેડ' ઍલર્ટ, હવા ઝેરી બની
ટ્રમ્પના આદેશ પર 40 મિનિટમાં સાડા 8 લાખ...
Jul 07, 2026
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિંગમાં 58ના મોત
PoKમાં પાકિસ્તાની સેનાના અંધાધૂંધ ફાયરિં...
Jul 05, 2026
Trending NEWS
08 July, 2026
08 July, 2026
08 July, 2026
08 July, 2026
07 July, 2026
07 July, 2026
07 July, 2026
06 July, 2026
06 July, 2026
06 July, 2026