ડીસા બ્લાસ્ટ કેસ, કેન્દ્ર સરકાર મૃતકોના પરિવારને આપશે 2 લાખની સહાય
April 02, 2025

બનાસકાંઠાના ડીસામાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં લાગેલી આગ ગુજરાતની આજની સૌથી મોટી દુર્ઘટના બની રહી છે. આ આગમાં 20 લોકોના મોત થયા છે, ત્યારે ડિસા ફેક્ટરી આગમાં મૃતકના પરિવારને સહાયની જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે. રાજ્ય સરકાર બાદ હવે કેન્દ્ર સરકાર દ્વારા પણ મૃતકોના પરિવારજનોને અને ઈજાગ્રસ્તોને સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે.
ડીસા બ્લાસ્ટ કેસમાં મૃતકોના પરિવારજનોને રૂપિયા 2 લાખની સહાય કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવશે અને આ સિવાય ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે રૂપિયા 50,000ની સહાય કરવાની જાહેરાત PMO દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ આ દુર્ઘટનાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યુ છે.
ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાના ડીસામાં ઢુંવા રોડ પર ફટાકડા બનાવતી દીપક ટ્રેડર્સ નામની ફેક્ટરીમાં અચાનક બોઈલર ફાટ્યા બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાના ફાયર ફાઈટરો અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હાલ SDRFની ટીમે પણ ઘટનાસ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે.
Related Articles
અંકલેશ્વરના પરિવારને ઉદયપુર નજીક નડ્યો અકસ્માત, કારના બે ટુકડા, બેના મોત
અંકલેશ્વરના પરિવારને ઉદયપુર નજીક નડ્યો અ...
May 23, 2025
ભરૂચમાં 10 વર્ષની બાળકીને 72 દિવસે મળ્યો ન્યાય, દુષ્કર્મ બાદ હત્યાના આરોપીને ફાંસીની સજા
ભરૂચમાં 10 વર્ષની બાળકીને 72 દિવસે મળ્યો...
May 02, 2025
સુરતના મેયરની જીભ લપસી, મંચથી બોલ્યાં- 'સત્ય પર અસત્યની જીત થઈ'
સુરતના મેયરની જીભ લપસી, મંચથી બોલ્યાં- '...
Oct 13, 2024
સુરતનું ડ્રીમ પ્રોજેક્ટ એવા ડુમસ સી ફેઈઝનું રવિવારે ખાત મુર્હુત કરાશે
સુરતનું ડ્રીમ પ્રોજેક્ટ એવા ડુમસ સી ફેઈઝ...
Dec 22, 2023
સુરતમાં મોબાઈલ સ્નેચરો બેફામઃ કોંગ્રેસના ધારાસભ્યની પત્નીના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ફરાર
સુરતમાં મોબાઈલ સ્નેચરો બેફામઃ કોંગ્રેસના...
Jun 24, 2023
Trending NEWS

24 May, 2025