UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી, ઠેર ઠેર વિરોધ શરૂ; ભાજપમાં જ નેતાઓએ બાંયો ચડાવી
January 27, 2026
ભેદભાવની વ્યાખ્યા: નવા નિયમ મુજબ, જ્ઞાતિ આધારિત ભેદભાવમાં માત્ર SC, ST અને OBC વર્ગના સભ્યો સામેલ થયેલા ભેદભાવ જ ગણવામાં આવશે. જનરલ કેટેગરી સાથે કોઈ ભેદભાવ થાય તો કોઈ કાયદાકીય રક્ષણ નહીં મળે.
જો કોઈ જાણીજોઇને ખોટી ફરિયાદ કરે તેના સામે દંડ કે સજાની કોઈ જોગવાઈ નથી. એવામાં અંગત અદાવત કાઢવા નિર્દોષ વિદ્યાર્થીઓ અથવા પ્રોફેસરોને નિશાનો બનાવાશે. કોલેજોમાં સમાનતા સમિતિ બનાવવામાં આવશે. તેમાં SC, ST, OBC, મહિલા અનિવાર્ય છે પરંતુ જનરલ કેટેગરીના પ્રતિનિધિત્વ માટે કોઈ જોગવાઈ નથી. સમગ્ર મામલે ભાજપમાં જ વિરોધ શરૂ થઈ ગયો છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી ડૉક્ટર સંજય સિંહે કહ્યું છે કે, સંતુલિત પ્રતિનિધિત્વ ન હોય તેવી સમિતિઓ કેવી રીતે ન્યાય કરી શકે? આવી સમિતિઓથી સમસ્યાનું સમાધાન ન થાય. દરેક નાગરિકના સન્માન અને સુરક્ષાની રક્ષા થવી જોઈએ. તમામ વર્ગની ભાગીદારી જરૂરી છે. ભાજપ નેતા બૃજ ભૂષણ શરણ સિંહના પુત્ર અને ધારાસભ્ય પ્રતિક ભૂષણે કહ્યું છે કે, આ બેવડા વલણની ગહન સમીક્ષા થવી જોઈએ. ભારતીય સમાજના એક વર્ગને ઐતિહાસિક ગુનેગાર બતાવી બદલો લેવા માટે નિશાનો બનાવવામાં આવે છે. ખેડૂત આગેવાન રાકેશ ટિકેતે કહ્યું છે કે, આ કાયદાથી ભારતમાં જ્ઞાતિગત તણાવ અને વિવાદ વધશે. સરકાર જ ઈચ્છે છે કે દેશ જ્ઞાતિવાદ, ધર્મવાદમાં ફસાયેલો રહે. સમાજમાં અંદરોઅંદર દુશ્મનાવટ વધે. આવા નિણર્ય દેશ માટે સારા નથી.
Related Articles
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ ભયાનક ભૂસ્ખલન બાદ રોડ-રસ્તા ધરાશાયી
આસામ-અરુણાચલમાં મેઘતાંડવ ભયાનક ભૂસ્ખલન બ...
Jun 29, 2026
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાયના રાજીનામા પર સંતોના સવાલો, અન્ય પદાધિકારીઓની પણ પૂછપરછ થશે
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાયના...
Jun 29, 2026
મુંબઈમાં ભારે વરસાદથી જળબંબાકાર, યેલો એલર્ટ અપાયું, : અંધેરી સબવે બંધ, પાલિકાની પોલ ખુલી,
મુંબઈમાં ભારે વરસાદથી જળબંબાકાર, યેલો એ...
Jun 29, 2026
અમેરિકાના હુમલા બાદ ઇરાનનો વળતો પ્રહાર, કુવૈત-બહેરિન પર ડ્રોન-મિસાઇલ હુમલા સાથે શાંતિ મંત્રણા રોકવાની ચેતવણી
અમેરિકાના હુમલા બાદ ઇરાનનો વળતો પ્રહાર,...
Jun 29, 2026
રામમંદિરમાં અમલદારશાહીનો વિરોધ, સીઈઓની નિમણૂકના પ્રસ્તાવ સામે સંતોનો આક્રોશ
રામમંદિરમાં અમલદારશાહીનો વિરોધ, સીઈઓની ન...
Jun 29, 2026
આંગળી ચીંધતા પહેલા આતંકવાદ પર એક્શન લો : પાકિસ્તાનને ભારતનો જવાબ
આંગળી ચીંધતા પહેલા આતંકવાદ પર એક્શન લો :...
Jun 28, 2026
Trending NEWS
29 June, 2026
29 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026