ઈરાનમાં ભૂકંપ કે પરમાણુ વિસ્ફોટ? 5.5ની તીવ્રતાના આંચકાથી વિશ્વભરમાં અટકળોનું બજાર ગરમ
February 19, 2026
ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ જેવી પરિસ્થિતિ અને પરમાણુ મંત્રણાના તણાવ વચ્ચે દક્ષિણ ઈરાનમાં આવેલા ભૂકંપે સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી છે. 5.5ની તીવ્રતાના આ ભૂકંપને કેટલાક લોકો ઈરાનનો ગુપ્ત 'પરમાણુ ટેસ્ટ' માની રહ્યા છે.
દક્ષિણ ઈરાનમાં ગુરુવારે બપોરે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જર્મનીના ભૂ-વિજ્ઞાન સંશોધન કેન્દ્ર (GFZ) અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.5 નોંધાઈ હતી અને તેનું કેન્દ્રબિંદુ જમીનથી માત્ર 10 કિલોમીટરની ઊંડાઈએ હતું. ઓછી ઊંડાઈને કારણે સપાટી પર ધ્રુજારી વધુ અનુભવાઈ હતી, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
ઈરાન અત્યારે અમેરિકા સાથે યુદ્ધના મુહાણે ઉભું છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા હુમલાની ધમકી અને પરમાણુ કાર્યક્રમને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે આ ભૂકંપ આવતા સોશિયલ મીડિયા અને આંતરરાષ્ટ્રીય વર્તુળોમાં અટકળો તેજ થઈ છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શું ઈરાને ગુપ્ત રીતે કોઈ ન્યુક્લિયર ટેસ્ટ કર્યો છે? જોકે, સત્તાવાર રીતે આવી કોઈ પુષ્ટિ થઈ નથી.
ભૂસ્તરશાસ્ત્રીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ ઈરાન ટેક્ટોનિક પ્લેટોની હિલચાલને કારણે હંમેશા સક્રિય રહેતો વિસ્તાર છે. 5.5ની તીવ્રતા અને 10 કિમીની ઊંડાઈ સામાન્ય રીતે કુદરતી ભૂકંપના દાયરામાં આવે છે. આંતરરાષ્ટ્રીય એજન્સીઓ અત્યારે આ ડેટાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી રહી છે જેથી જાણી શકાય કે આ આંચકા કુદરતી હતા કે માનવસર્જિત.
ઈરાન સરકારે અસરગ્રસ્ત વિસ્તારોમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમોને હાઈ એલર્ટ પર રાખી છે. અત્યાર સુધી કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી, પરંતુ તણાવપૂર્ણ સ્થિતિને જોતા સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026