શાળાએથી ઘરે પરત ફરેલા બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું, 12 વર્ષના માસૂમનું કરૂણ મોત!
September 29, 2026
અમદાવાદ અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલી શાંતિ શુક્ર સોસાયટીમાં લિફ્ટ દુર્ઘટનામાં 12 વર્ષના માસૂમ બાળકને જીવ ખોવાનો વારો આવ્યો છે. શાળાએથી અભ્યાસ પૂરો કરીને ઘરે પરત ફરી રહેલા આ બાળકે ઉપરના માળે જવા માટે લિફ્ટનો ઉપયોગ કર્યો હતો. તે દરમિયાન અચાનક જ ટેકનિકલ ખામી સર્જાતાં લિફ્ટ ધડાકાભેર નીચે પછડાઈ હતી, જેમાં બાળકનું ગળું લિફ્ટ વચ્ચે ફસાઈ ગયું હતું.
લિફ્ટમાં ગળું ફસાઈ જવાને કારણે ગંભીર ઈજાઓ પહોંચતાં માસૂમ બાળકે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. અચાનક બનેલી આ ઘટનાથી સોસાયટીમાં અફરાતફરી અને આક્રંદનો માહોલ સર્જાયો હતો. આસપાસના રહીશો તુરંત મદદ માટે દોડી આવ્યા હતા, પરંતુ બાળકને બચાવી શકાયો ન હતો. એક હસતા-રમતા બાળકનું આ રીતે અકાળે અવસાન થતાં પરિવાર પર પહાડ તૂટી પડ્યો છે.
આ કરૂણ દુર્ઘટના બહુમાળી બિલ્ડિંગમાં રહેતા નાગરિકો અને સોસાયટી સંચાલકો અને માતા-પિતા માટે લાલબત્તી સમાન છે. લિફ્ટનું સમયસર સર્વિસિંગ, સુરક્ષા ચકાસણી અને યોગ્ય મેન્ટેનન્સ ન કરાવવામાં આવે તો તે કેવું જીવલેણ સ્વરૂપ ધારણ કરી શકે છે તેનો આ ઘટના પુરાવો છે. સોસાયટીઓમાં લિફ્ટની ટેકનિકલ ખામીઓને ક્યારેય હળવાશથી ન લેવી જોઈએ તેમજ નાના બાળકો એકલા લિફ્ટનો ઉપયોગ ન કરે તેની ખાસ કાળજી રાખવી જરૂરી છે.
Related Articles
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો:PM મોદીની ડિગ્રી જાહેર કરવાના કેસમાં ડબલ જજની બેન્ચે કેજરીવાલની અપીલ ફગાવી
અરવિંદ કેજરીવાલને ગુજરાત હાઈકોર્ટનો ઝટકો...
Sep 29, 2026
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બે બાઇક અથડાતાં 3 યુવાનોના મોત, 3 યુવાનો ગંભીર ઇજાગ્રસ્ત
આણંદ-બોરસદ રોડ પર રિસોર્ટ નજીક પૂરઝડપે બ...
Sep 28, 2026
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 10 લોકોના મોત
ગુજરાતમાં ગણપતિ વિસર્જન વખતે ડૂબી જતાં 1...
Sep 26, 2026
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 તાલુકામાં 10 ઈંચ પણ નહીં, દ.ગુજરાતના 20 તાલુકામાં 80 ઈંચથી વધુ
ગુજરાતમાં 31.78 ઈંચ સાથે 88% વરસાદ, 11 ત...
Sep 23, 2026
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાનની અગાસી પર 6 સિંહોનો પરિવાર રાત્રે ધાબા પર આરામ
ગીર ગઢડાના ઝુડવડલીમાં અદભુત નજારો, મકાન...
Sep 23, 2026
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી સેવા શરૂ, પોલીસ-એમ્બ્યુલન્સ-ફાયર માટે 112 એક જ નંબર જાહેર
અમદાવાદ-સુરત સહિત 6 મહાનગરોમાં ઈમરજન્સી...
Sep 23, 2026
Trending NEWS
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
28 September, 2026
27 September, 2026
27 September, 2026