પ્રતિબંધિત જાહેરાત મામલે તુકારામ મુંઢે લાલઘૂમ: શાહરૂખ, અજય અને ટાઇગરને થઈ શકે 10 લાખનો દંડ
September 30, 2026
મહારાષ્ટ્ર એફડીએ કમિશનર તુકારામ મુંઢેએ 'વિમલ ઈલાયચી'ની જાહેરાત મામલે શાહરૂખ ખાન, અજય દેવગન અને ટાઈગર શ્રોફને કારણદર્શક નોટિસ ફટકારી હતી. અગાઉ અટકળો હતી કે એક અભિનેતાએ જવાબ નથી આપ્યો, પરંતુ એફડીએએ સ્પષ્ટ કર્યું છે કે ત્રણેયના જવાબ મળી ગયા છે. આરોપ છે કે આ સ્ટાર્સ ઈલાયચીની આડમાં પ્રતિબંધિત પાન મસાલાનું પ્રમોશન કરી રહ્યા છે. આ માટે 11 ઓગસ્ટના રોજ નોટિસ આપીને 15 દિવસની અંદર જવાબ માંગવામાં આવ્યો હતો.
મંગળવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં તુકારામ મુંઢેએ જણાવ્યું હતું કે બે અભિનેતાઓએ વ્યક્તિગત સુનાવણીની માંગ કરી હતી, જેને પગલે સોમવારે બંનેની રૂબરૂ સુનાવણી કરવામાં આવી હતી. જોકે, આ બે અભિનેતાઓ કોણ હતા તેના નામ જાહેર કરવામાં આવ્યા નથી. બંનેની સુનાવણી પૂર્ણ થયા બાદ હવે એફડીએ આ કેસમાં આગળની કાયદાકીય પ્રક્રિયા પર કામ કરી રહ્યું છે.
આ મામલે એનડીટીવી સાથેની વાતચીતમાં તુકારામ મુંઢેએ કડક વલણ અપનાવતા કહ્યું હતું કે ભલે લોકો માટે તેઓ મોટા સ્ટાર્સ હોય, પણ મારા માટે તેઓ માત્ર કાયદો તોડનાર જાહેરાતકર્તા છે અને કાયદો પોતાનું કામ કરશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે માત્ર કંપની જ નહીં, ફૂડ સેફ્ટી કાયદા હેઠળ પ્રોડક્ટનું પ્રમોશન કરનાર કલાકારો પણ સમાન રીતે જવાબદાર છે. જાહેરાત કરતા પહેલાં પ્રોડક્ટ કાયદેસર છે કે નહીં અને તેના દાવા સાચા છે કે નહીં તે ચકાસવું કલાકારોની ફરજ છે.
આ સમગ્ર કાર્યવાહી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ, 2006 હેઠળ કરવામાં આવી છે. આ કાયદાની કલમ 24 કોઈપણ પ્રોડક્ટ અંગે ભ્રામક જાહેરાત કરવા કે ખોટા દાવા કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે છે. જ્યારે કલમ 53 હેઠળ ગેરમાર્ગે દોરતી કે પ્રતિબંધિત વસ્તુઓની જાહેરાતમાં સામેલ થવા અથવા તેને પ્રકાશિત કરવા બદલ 10 લાખ રૂપિયા સુધીનો દંડ ફટકારવાની કડક જોગવાઈ છે.
Related Articles
આઇફા એવોર્ડ 2027 અબુધાબીમાં બાવીસ-ત્રેવીસ જાન્યુઆરીએ યોજાશે
આઇફા એવોર્ડ 2027 અબુધાબીમાં બાવીસ-ત્રેવી...
Sep 26, 2026
72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ અને અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ
72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: કાર્તિક આર્યન...
Sep 22, 2026
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિક બનશે
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિ...
Sep 19, 2026
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન્ડર્ડ!: કરિશ્મા કપૂર
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન...
Sep 15, 2026
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બદલે ગુજરાતના એકતાનગર ખાતે યોજાય તેવી પ્રબળ શક્યતા
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બ...
Sep 08, 2026
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી નાખી...', પંજાબની ઈન્ફ્લુએન્સરના મોત બાદ માતાનો ગંભીર આરોપ
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી ના...
Aug 30, 2026
Trending NEWS
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
28 September, 2026