અમેરિકામાં બે નેતાઓના ઘરમાં ઘૂસી ગોળીબાર, પૂર્વ સ્પીકર મેલિસા હૉર્ટમેન અને તેમના પતિનું મોત

June 14, 2025

મિનેસોટામાં બે નેતાઓના ઘરમાં ઘૂસી ગોળીબાર કરવામાં આવ્યો છે. સ્ટેટ સેનેટર જૉન હોફમેન અને સ્ટેટ રિપ્રેઝેન્ટેટીવ મેલિસા હૉટમેનના ઘર પર હુમલો કરાયો છે. આ હુમલામાં મેલિસા અને તેમના પતિનું નિધન થયું છે, જ્યારે જૉન અને તેમના પત્ની ઈજાગ્રસ્ત છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલો કરનારો પોલીસનો વેશ ધારણ કરી ઘરમાં દાખલ થયો હતો. હુમલા પાછળના કારણને લઈને ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.

મેલિસા હૉટમેન કોણ છે?

મેલિસા હૉટમેન મિનિસોટા રાજ્યના પૂર્વ હાઉસ સ્પીકર અને ડેમોક્રેટિક પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. તેઓ 2004માં પ્રથમવાર વિધાનસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા. મેલિસા મિનિસોટાના રાજકારણના પ્રભાવશાળી નેતા કહેવાતા હતા. તેઓ વર્તમાનમાં મિનિયાપોલિસ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા હતા. તેઓ ડેમોક્રેટિક-કિસાન-શ્રમ પાર્ટીના પણ સભ્ય હતા.