કરીના નવી ફિલ્મમાં ઘોસ્ટ બનશે, નાની વયના હિરો સાથે દેખાશે

July 19, 2025

મુંબઇ : બોલીવૂડમાં ઉપરાછાપરી  હોરર ફિલ્મો  હિટ થઈ તે પછી બધા કલાકારોને હોરર  ફિલ્મ કરવાનો ચસ્કો  લાગ્યો છે. તાજેતરમાં કાજોલની 'માં' ફિલ્મ આવ્યા બાદ હવે કરીના પણ એક હોરર ફિલ્મ કરવાની છે.  આ ફિલ્મમાં કરીના એક ઘોસ્ટ તરીકે  દેખાશે. એક  દાવા મુજબ તે પોતાના કરતાં અડધી  ઉંમરના હિરો સાથે સ્ક્રીન શેર કરવાની છે.  ૪૪ વર્ષીય કરીના કપૂર આ ફિલ્મમાં ૨૦ વરસના યુવાન સાથે રોમાન્સ કરતી જોવા મળશે.  ફિલ્મની વાર્તા તથા કાસ્ટની વિગતો ટૂંક સમયમાં ઓફિશિયલી જાહેર થઈ શકે છે.   બોલીવૂડમાં હાલ હિરો અને હિરોઈન વચ્ચે વયનો બહુ મોટો તફાવત હોય તેવી અનેક ફિલ્મો આવી છે કે બની રહી છે. તાજેતરમાં રણવીર સિંહ 'ધુરંધર'  ફિલ્મમાં ફક્ત ૧૮ વર્ષની સારા અર્જુન  સાથે કામ કરી રહ્યો હોવા બાબતે ચાહકોએ તેને ભારે ટ્રોલ કર્યો હતો