Breaking News :
ભારતમાં 5 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય: ઉત્તરથી દક્ષિણ સુધી ભારે પવન સાથે વરસાદની ચેતવણી સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: 22 આરોપીના નિર્દોષ છુટકારાનો નિર્ણય યથાવત્, બોમ્બે હાઈકોર્ટનો ચુકાદો ચાંદીમાં તેજીનો ચમકારો, 3 દિવસમાં રૂ. 13000 જેટલી મોંઘી, સોનું પણ પ્રતિ ગ્રામ દોઢ લાખને પાર બંગાળમાં શુભેન્દુ અધિકારીના PAની ઘાતકી હત્યા, હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીઓ વરસાવી ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર અને અમૃતસરમાં આર્મી કેમ્પ પાસે શંકાસ્પદ બ્લાસ્ટ, NIA અને ફોરેન્સિક ટીમ હરકતમાં

રામચરણને ત્યાં ટ્વિન્સનો જન્મ, હોસ્પિટલમાં ટોળાં વચ્ચે ફસાયો

February 02, 2026

મુંબઈ: રામચરણની પત્ની ઉપાસનાએ એક પુત્ર તથા એક પુત્રી એમ ટ્વિન્સને જન્મ આપ્યો છે.  રામચરણના પિતા તથા પીઢ અભિનેતા ચિરંજીવીએ આ ખુશખબર ચાહકો સાથે શેર કર્યા હતા. જોકે, રામચરણ હોસ્પિટલમાં પત્નીને મળવા પહોંચ્યો ત્યારે ટોળાંએ ભારે ધક્કામુક્કી કરી મૂકી હોવાનો વિડીયો વાયરલ થયો છે. ચિરંજીવીએ શનિવારે શેર કર્યું હતું કે  ઉપાસના એક દીકરો અને એક દીકરી એમ ટ્વિન્સની માતા બની છે. તે સાથે જ ચાહકો તથા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કલાકારો દ્વારા અભિનંદનનો વરસાદ થયો હતો. રામચરણ રવિવારે સવારે તેની બે વર્ષની દીકરી ક્લિન કારા સાથે હોસ્પિટલમાં પત્ની ઉપાસનાને મળવા પહોંચ્યો હતો. જોકે, હોસ્પિટલની બહાર તેની ઝલક નિહાળવા માટે હજારોનું ટોળું એકઠું થઈ ગયું હતું. તમામ સલામતી વ્યવસ્થાઓ પડી ભાંગી હતી. રામચરણે પોતાના હાથોમાં નાની દીકરીને માંડ માંડ સાચવી હતી. પોલીસ તથા સિક્યુરિટીએ ટોળાંને વિખેરવા જહેમત કરવી  પડી હતી. આ સમગ્ર ઘટનાક્રમનો વિડીયો પણ વાયરલ થયો છે અને ઓનલાઈન યૂઝર્સએ ટોળાંની ચેષ્ટાને વખોડી કાઢી છે. લોકોએ જણાવ્યું હતું કે તાજેતરમાં એકથી વધુ સેલિબ્રિટીઓ ટોળાંની આવી હરકતોનો ભોગ બની ચૂક્યા છે. પછી કોઈ દુર્ઘટના સર્જાય છે ત્યારે દોષનો ટોપલો સેલિબ્રિટીને માથે ઓઢાડવામાં આવે છે.