ગુજરાતીઓ ત્રણ દિવસ ગરમીમાં શેકાવા તૈયાર રહેજો

March 27, 2024

અમદાવાદ  : ગુજરાતભરમાં હાલ ભુક્કા બોલાવી દે તેવી ગરમીની શરૂઆત થઈ ચૂકી છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના મોટાભાગના જિલ્લાનું મહત્તમ તાપમાન 40 ડિગ્રીની નજીક રહ્યું હતું. કેટલાક જિલ્લાઓમાં તો 40 ડિગ્રીથી વધુ મહત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદ શહેરમાં પણ ઉકળાટ સાથે ગરમીનો પારો 40 ડિગ્રીની આસપાસ રહ્યો હતો. ત્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલા જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા હીટવેવની આગાહી સાથે યલો અલર્ટ આપવામાં આવ્યું છે. ગુજરાતવાસીઓને ગરમીમાં શેકાવુ પડશે. હજુ તો માર્ચ મહિનામાં જ આ સ્થિતિ છે તો આગામી એપ્રિલ અને મે મહિનામાં ગુજરાતવાસીઓ ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠશે.