ગુજરાત-રાજસ્થાનમાંથી ડ્રગ્સની 3 ફેક્ટરી ઝડપાઈ

April 27, 2024

અમદાવાદ  : ગુજરાતના ગાંધીનગર નજીકથી ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ છે. ATSનાં સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, ફેક્ટરીમાંથી અંદાજે 25 કિલો સિન્થેટિક ડ્રગ્સ અને રો-મટીરિયલ મળી આવ્યું છે. આ સમગ્ર મામલે ગુજરાત ATSને મહત્ત્વની સફળતા મળી છે અને આ ડ્રગ્સનું કનેક્શન ગુજરાત તથા રાજસ્થાન સુધીના સપ્લાયનું હોવાનું માનવામાં આવે છે. તો બીજી તરફ રાજસ્થાનમાંથી પણ બે ડ્રગ્સ બનાવતી ફેક્ટરી મળી આવતાં હવે ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગનો નવો એંગલ સામે આવી રહ્યો છે. સમગ્ર મામલે DGP વિકાસ સહાયે જણાવ્યું હતું કે હાલ આચારસહિતા અમલમાં છે, જેમાં 161ની નાર્કોટિક કેસમાં આરોપીની અત્યારસુધી ધરપકડ કરવામાં આવ્યા છે. 81 કેસ થયા છે, 3 કરોડનું નાર્કોટિક પકડવામાં આવ્યું છે.