'હેરી પોટર' ફેમ એમા વોટ્સને સ્પીડ લીમિટ કરતાં વધુ ઝડપે કાર હંકારી, જુઓ કેવો દંડ ફટકારાયો

July 19, 2025

હોલિવૂડની એક્ટ્રેસ અને 'હેરી પોટર'ની ફ્રેન્ચાઇઝીમાં હરમાયની ગ્રેન્જરની ભૂમિકા ભજવી લોકોનો પ્રેમ જીતનાર એમા વોટ્સનને હવે ગમે ત્યાં જવા માટે જાહેર પરિવહનનો ઉપયોગ કરવો પડશે. રિપોર્ટ્સ પ્રમાણે એમા કથિત રૂપે કાયદાકીય મર્યાદાથી વધુ ઝડપથી કાર ચલાવતી પકડાઇ હતી. તેથી ઇંગ્લેન્ડની હાઇ વાયકોમ્બ કોર્ટે તેની ડ્રાઇવિંગ પર 6 મહિના માટે પ્રતિબંધ મૂક્યો છે.  35 વર્ષીય એકટ્રસ એમાએ જુલાઈ 2024માં 30 માઇલ પ્રતિ કલાકની ઝડપ મર્યાદાવાળા વિસ્તારમાં 38 માઇલ પ્રતિ કલાકની ઝડપે કાર ચલાવતી પકડાઇ હતી. ગુનો કર્યો એ સમયે એમાના ડ્રાઇવિંગ લાઇસન્સ પર પહેલેથી જ 9 પેનલ્ટી પોઇન્ટ હતા. પોઇન્ટ્સ જમા થવાને કારણે, તેને ડ્રાઇવિંગ માટે અયોગ્ય જાહેર કરવામાં આવી હતી.  કથિત રીતે એમા પાંચ મિનિટની કોર્ટની સુનાવણી દરમિયાન હાજર ન હતી પણ તેની ગેરહાજરીમાં દંડની પુષ્ટિ કરવામાં આવી હતી. જોકે આ અંગે એમાએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.