ઐતિહાસિક રૅકોર્ડ: ચાંદી પ્રથમવાર ₹4 લાખને પાર, સોનામાં ₹15,943નો તોતિંગ ઉછાળો
January 29, 2026
વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓની માગમાં થયેલા પ્રચંડ વધારાને કારણે ભારતીય કોમોડિટી માર્કેટમાં આજે ઐતિહાસિક રૅકોર્ડ સર્જાયો છે. 29 જાન્યુઆરી 2026ના રોજ ચાંદીએ ઇતિહાસ રચતાં પ્રથમવાર ₹4,00,000ની ઐતિહાસિક સપાટી વટાવી દીધી છે.
MCX પર ચાંદીનો વાયદો ₹3,99,000ના ભાવે ખૂલ્યો હતો અને જોતજોતામાં ₹4,07,456ની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. અગાઉના ₹3,85,366ના બંધ ભાવની સરખામણીએ ચાંદીમાં આજે કુલ ₹16634(+4.32%)નો જંગી ઉછાળો નોંધાયો છે.
બીજી તરફ, સોનાના ભાવમાં પણ રોકાણકારોને સ્તબ્ધ કરી દે તેવી તેજી જોવા મળી છે. MCX પર સોનું પ્રતિ 10 ગ્રામ ₹1,82,467ના ભાવે ખૂલ્યું હતું. કારોબાર દરમિયાન સોનું ₹1,93,096ના ઓલ-ટાઇમ હાઇ લેવલ પર પહોંચ્યું હતું, જે અગાઉના ₹1,77,153ના બંધ ભાવ સામે કુલ ₹15,943 (+8.95%)નો વધારો દર્શાવે છે. હાલમાં સોનું ₹1,93,000ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.
બજારના નિષ્ણાતોના મતે, આ તેજી પાછળ અનેક વૈશ્વિક અને સ્થાનિક પરિબળો જવાબદાર છે. વિશ્વમાં યુદ્ધના ભણકારા અને ડૉલરની વધતી જતી વેલ્યુને કારણે પણ સોના ચાંદી તરફ લોકો આકર્ષાઈ રહ્યા છે. લોકો ખાસ કરીને સેફ એસેટ્સ તરીકે સોના-ચાંદીને જોઈ રહ્યા છે.
Related Articles
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાયના રાજીનામા પર સંતોના સવાલો, અન્ય પદાધિકારીઓની પણ પૂછપરછ થશે
રામ મંદિર પ્રસાદ ચોરી કેસમાં ચંપત રાયના...
Jun 29, 2026
મુંબઈમાં ભારે વરસાદથી જળબંબાકાર, યેલો એલર્ટ અપાયું, : અંધેરી સબવે બંધ, પાલિકાની પોલ ખુલી,
મુંબઈમાં ભારે વરસાદથી જળબંબાકાર, યેલો એ...
Jun 29, 2026
અમેરિકાના હુમલા બાદ ઇરાનનો વળતો પ્રહાર, કુવૈત-બહેરિન પર ડ્રોન-મિસાઇલ હુમલા સાથે શાંતિ મંત્રણા રોકવાની ચેતવણી
અમેરિકાના હુમલા બાદ ઇરાનનો વળતો પ્રહાર,...
Jun 29, 2026
રામમંદિરમાં અમલદારશાહીનો વિરોધ, સીઈઓની નિમણૂકના પ્રસ્તાવ સામે સંતોનો આક્રોશ
રામમંદિરમાં અમલદારશાહીનો વિરોધ, સીઈઓની ન...
Jun 29, 2026
આંગળી ચીંધતા પહેલા આતંકવાદ પર એક્શન લો : પાકિસ્તાનને ભારતનો જવાબ
આંગળી ચીંધતા પહેલા આતંકવાદ પર એક્શન લો :...
Jun 28, 2026
પેપર લીક: દિલ્હીમાં સોનમ વાંગચુકની અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ શરૂ
પેપર લીક: દિલ્હીમાં સોનમ વાંગચુકની અચોક્...
Jun 28, 2026
Trending NEWS
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
27 June, 2026
27 June, 2026
27 June, 2026