કેનેડામાં ભયાનક દુર્ઘટના, હવામાં જ સામસામે અથડાયા બે પ્લેન, ભારતીય પાયલટ સહિત બેના મોત
July 10, 2025

ટોરેન્ટો : કેનેડામાં મૈનિટોબા શહેરના હાર્વેસમાં બે ટ્રેનિગ પ્લેન હવામાં જ સામસામે અથડાયા છે. ઘટનામાં ભારતીય પાયલટ સહિત બે લોકોના મોત થયા છે. મળતી માહિતી મુજબ ટ્રેનિંગ દરમિયાન એક વિમાનમાં ભારતીય નાગિરક અને બીજા વિમાનમાં કેનેડીયન યુવતી બેઠી હતી, બંને ટ્રેનિંગ લઈ રહ્યા હતા, જેમાં હવામાન જ બંને વિમાનો સામ સામે અથડાયા છે. આ અકસ્માત મંગળવારે સવારે વિનીપેગથી લગભગ 50 કિલોમીટર દક્ષિણપૂર્વમાં સ્ટેઈનબેક નજીક થયો છે.
ટોરેન્ટો સ્થિત ભારતીય દૂતાવાસે કહ્યું કે, ‘મૈનિટોબા શહેરમાં સિંગલ એન્જિનવાળા બે વિમાનો સામસામે અથડાતાં એક ભારતીય વિદ્યાર્થી શ્રીહરિ સુકેશનું મોત થયું છે. અમે શોકગ્રસ્ત પરિવારને ભારતીય વિદ્યાર્થીના મોતની માહિતી આપી છે. અમે પાયલટ ટ્રેનિંગ સ્કૂલ અને સ્થાનિક પોલીસના સંપર્કમાં છીએ.’
એર પાયલોટ ટ્રેનિંગ સ્કૂલના પ્રમુખ એડમ પેનરે જણાવ્યું કે ‘વિમાન ઉડાવવાની ટ્રેનિંગ લઈ રહેલા બંને વિદ્યાર્થીઓ ટેક-ઑફ અને લેન્ડ કરવાની તાલીમ લઈ રહ્યા હતા. અકસ્માત સમયે વિમાનમાં રેડિયો સિસ્ટમ હતી, પરંતુ તેઓ વિમાનની અંદરથી અન્ય વિમાનને બીજી દિશામાંથી આવતા જોઈ શક્યા નહીં, જેના કારણે આ અકસ્માત સર્જાયો છે. વિમાનમાં તાલીમ લઈ રહેલા બે યુવાન વિદ્યાર્થીઓના મોત થયા હતા. વિમાનના કાટમાળમાંથી બંને વિદ્યાર્થીઓના મૃતદેહ મળી આવ્યા હતા.
બે મૃતકોમાંથી એક ભારતીયનું નામ શ્રીહરિ સુકેશ છે. 23 વર્ષનો આ યુવક કેરળનો રહેવાસી છે. તે પાઇલટ તરીકે તાલીમ લેવા માટે કેરળના કોચીથી કેનેડા ગયો હતો. પરંતુ તેનું પાઇલટ બનવાનું સ્વપ્ન ત્યાં જ સમાપ્ત થઈ ગયું છે. અકસ્માતમાં મૃત્યુ પામેલી બીજી કેનેડીયન વિદ્યાર્થીનું નામ સવાન્ના મે રોયસ છે, જેની ઉંમર 20 વર્ષ છે.
દર વર્ષે વિશ્વભરમાંથી 400 વિદ્યાર્થીઓ કેનેડામાં પાઇલટની ટ્રેનિંગ લેવા આવે છે, ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે, તાલીમ કેન્દ્રમાં યોગ્ય પગલાં કેમ લેવાતા નથી. દુર્ઘટના બાદ અકસ્માતની તપાસ શરુ કરી દેવાઈ છે. કેનેડાના ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે આ ઘટનાની તપાસ શરુ કરી છે. મૃતક વિદ્યાર્થીના પરિવારને ઘટનાથી આઘાત લાગ્યો છે. કેનેડામાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે સુકેશના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે.
Related Articles
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફાયરિંગ, ગત અઠવાડિયે જ થયું હતું ઓપનિંગ
કેનેડામાં કપિલ શર્માના કાફે પર ફાયરિંગ,...
Jul 10, 2025
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જેવી કંપનીઓ સામે ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
કેનેડા ટ્રમ્પની ધમકી સામે ઝૂક્યું, ગૂગલ...
Jun 30, 2025
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના સૂત્રધાર પ્રિન્સની CBIએ મુંબઈથી કરી ધરપકડ
કેનેડા-અમેરિકાના નાગરિકોને છેતરતી ગેંગના...
Jun 28, 2025
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વેપાર સંબંધનો અંત આણ્યો
ટ્રમ્પે કેનેડાને આપ્યો મોટો ઝટકો, તમામ વ...
Jun 28, 2025
કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘરાવતી ગેંગ પકડાઈ, 18ની ધરપકડ, 100 આરોપ મૂકાયા
કેનેડામાં ભારતીય બિઝનેસમેન પાસે ખંડણી ઉઘ...
Jun 17, 2025
Trending NEWS
12 July, 2025
12 July, 2025

12 July, 2025

11 July, 2025

11 July, 2025

11 July, 2025

11 July, 2025

11 July, 2025

11 July, 2025

11 July, 2025