25 મિનિટમાં 7 બોમ્બર્સ ઝીંકી ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાનો નાશ કરી દીધો : અમેરિકા
June 22, 2025

વોશિંગ્ટન ઃ ઈઝરાયલના મિસાઈલ અને ડ્રોન હુમલાનો સામનો કરી રહેલા ઈરાન પર હવે અમેરિકાએ ભયાનક હુમલા કર્યા છે. અમેરિકાઓ ‘ઓપરેશન મિડનાઈટ હેમર’ હેઠળ માત્ર 25 મિનિટમાં 7 બોમ્બર્સ ઝીંકી ઈરાનના ત્રણ પરમાણુ ઠેકાણાનો નાશ કરી દીધો છે. અમેરિકાએ ઓપરેશનની માહિતી જાહેર કરી કહ્યું કે, ‘અમેરિકી વાયુસેનાએ સાત સ્ટીલ્થ B2 બોમ્બર્સથી ફોર્ડો, નતાન્જ અને ઈસ્ફાહાન સ્થિત ત્રણ પરમાણુ સ્થળે હુમલા કર્યા છે. આ દરમિયાન 12 ભારે ભરખમ બોંબ ઝીંકવામાં આવ્યા છે. સેનાના ગુપ્ત ઓપરેશનમાં 125થી વધુ ફાઈટર જેટ સામેલ હતા, જેમાં એક વિશેષ ‘ડિસેપ્શન’ એટલે કે ચાલાકીની રણનીતિ અપનાવી હતી.
અમેરિકાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફના ચેરમેન જનરલ ડેન કેને આજે વ્હાઈટ હાઉસમાં પ્રેસ કોન્ફરન્સ યોજી ‘ઓપરેશન મિડનાઈટ હેમર’ની માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, ‘ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરવા માટે 18 કલાક ઓપરેશન ચલાવવામાં આવ્યું છે. અમે શાંતિપૂર્વ ઓપરેશન પાર પાડ્યું છે. ઓપરેશનમાં 7 સ્ટીલ્થ B2નો ઉપયોગ કરાયો હતો. મિસૌરીના એરબેઝ પરથી અમેરિકાના B2 સ્ટીલ્થ બોમ્બર્સ ફાઈટર જેટ નિકળ્યા હતા અને ઈરાનના પરમાણુ સ્થળો ફોર્ડો અને નતાન્જમાં 30000 પાઉન્ટ (લગભગ 13608 કિલોગ્રામ) વજનના બંકર બસ્ટર બોંબ ઝીંક્યા હતા, જ્યારે ટોમાહૉક ક્રૂઝ મિસાઈલથી ઈસ્ફાહાનમાં હુમલો કરવામાં આવ્યો હતો. અમારા સાત B2 બોમ્બર્સ ફાઈટર જેટમાં બે-બે ક્રૂ મેમ્બર હતા.
અમેરિકાએ ભારતીય સમય પ્રમાણે રવિવારે સવારે 4.10 કલાકે ઓપરેશન શરૂ કર્યું હતું. ડેન કેને કહ્યું કે, B2 બોમ્બર્સે સૌપ્રથમ ફોર્ડો પરમાણુ સ્થળ પરના બે બંકરો પર બસ્ટર બોંબ ઝિંક્યા હતા. ત્યારબાદ તુરંત નતાન્જ અને ઈમ્ફાહાન પરમાણુ સાઈટ પર હુમલા કરાયા હતા. પછી તમામ અમેરિકન ફાઈટર જેટ સવારે 4.35 કલાકે ઈરાનના હવાઈ વિસ્તારમાંથી બહાર નીકળી ગયા હતા. ઓપરેશનમાં 13 બંકર-બસ્ટર બોંબ, બે ડઝનથી વધુ ટોમહૉક મિસાઈલો અને 125થી વધુ ફાઈટર જેટ સામેલ હતા
Related Articles
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ, આગામી 10 દિવસમાં થશે મોટી જાહેરાત
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઈનલ, આગામ...
Jun 30, 2025
હવે આ યુરોપિયન દેશમાં 'ગૃહયુદ્ધ' જેવી સ્થિતિ, પુતિનના 'ખાસ' નેતાની સત્તા સામે લટકતી તલવાર
હવે આ યુરોપિયન દેશમાં 'ગૃહયુદ્ધ' જેવી સ્...
Jun 30, 2025
દુષ્કર્મની ઘટના બાદ બાંગ્લાદેશમાં ફરી રોષ ભભૂક્યો, લોકો માર્ગો પર ઊતર્યા, યુનિવર્સિટીમાં દેખાવ
દુષ્કર્મની ઘટના બાદ બાંગ્લાદેશમાં ફરી રો...
Jun 30, 2025
ટ્રમ્પની ધમકી સામે કેનેડા ઝૂક્યું, ગૂગલ-એમેઝોન જેવી કંપનીઓ સામે ડિજિટલ ટેક્સનો નિર્ણય પાછો ખેંચ્યો
ટ્રમ્પની ધમકી સામે કેનેડા ઝૂક્યું, ગૂગલ-...
Jun 30, 2025
અમેરિકન સેનેટમાં પસાર થયું 'બિગ બ્યુટીફુલ બિલ', ટ્રમ્પે ગણાવી રિપબ્લિકન પાર્ટીની જીત
અમેરિકન સેનેટમાં પસાર થયું 'બિગ બ્યુટીફુ...
Jun 29, 2025
ઈરાન જલ્દી જ બનાવી લેશે પરમાણુ બોમ્બ! અમેરિકાની એરસ્ટ્રાઈક બાદ IAEAની ચેતવણી
ઈરાન જલ્દી જ બનાવી લેશે પરમાણુ બોમ્બ! અમ...
Jun 29, 2025
Trending NEWS

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

30 June, 2025

29 June, 2025