I.N.D.I.A બ્લોકમાં ડખાઃ સપા બાદ બીજો એક પક્ષ પણ છેડો ફાડવાની તૈયારીમાં
December 15, 2024

મીડિયા ઈન્ટરવ્યૂમાં અબ્દુલ્લાહે કહ્યું કે, 'જ્યારે તમારા 100થી વધુ સાંસદો એક જ ઈવીએમથી ચૂંટાય છે, ત્યારે તમે તેને તમારા પક્ષની જીત તરીકે ઉજવો છો, બાદમાં થોડા મહિનાઓ પછી ફરી પાછો આક્ષેપ કરો છો કે, અમને ઈવીએમ દ્વારા મતદાન કરવું પસંદ નથી, કારણ કે હવે ચૂંટણીના પરિણામો તમારી ઈચ્છા વિરૂદ્ધ આવ્યા છે.’
ઓમર અબ્દુલ્લાહની આ ટિપ્પણી ભારતીય જનતા પાર્ટીના વિચારો સાથે મેળ ખાય છે. ભાજપ પણ આ જ સલાહ આપે છે કે જ્યારે વિપક્ષ જીતે છે ત્યારે તેઓ ઈવીએમને સારું માને છે અને જ્યારે તેઓ હારે છે ત્યારે દોષનો ટોપલો ઈવીએમ પર ઢોળે છે. આ નિવેદનથી રાજકીય વિશ્લેષકો અંદાજ લગાવી રહ્યા છે કે, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ વચ્ચે વિવાદ વધ્યો છે.
તેમણે કહ્યું કે પાર્ટી લાઇનને અનુસરવાને બદલે હું સત્યને સત્ય અને ખોટાને ખોટું કહેવાનું પસંદ કરૂ છું. મારી સ્વતંત્ર વિચારસરણીનું ઉદાહરણ સેન્ટ્રલ વિસ્ટા જેવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને મારૂ સમર્થન છે. મને લાગે છે કે સેન્ટ્રલ વિસ્ટા દિલ્હીમાં ખૂબ જ સારો પ્રોજેક્ટ છે. હું માનું છું કે નવી સંસદ ભવનનું નિર્માણ એક તેજસ્વી વિચાર હતો. અમારે સંસદની નવી ઇમારતની જરૂર હતી. અગાઉની સંસદની ઇમારત જૂની હતી અને વર્તમાન જરૂરિયાતો માટે યોગ્ય નહોતી.
Related Articles
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિટનો મહત્તમ ભાવ 200 રૂપિયા નક્કી કરવા પ્રસ્તાવ
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિ...
Jul 16, 2025
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ કરાશે
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો...
Jul 16, 2025
ભારત સરકારની દેશવાસીઓને અપીલ : જરૂરી ન હોય ત્યાં સુધી ઇરાનની યાત્રા ન કરો
ભારત સરકારની દેશવાસીઓને અપીલ : જરૂરી ન હ...
Jul 16, 2025
પિથોરાગઢમાં મોટો રોડ અકસ્માત, 8 લોકોના ઘટનાસ્થળે જ મોત, 3 ઘાયલ
પિથોરાગઢમાં મોટો રોડ અકસ્માત, 8 લોકોના ઘ...
Jul 16, 2025
ગોલ્ડન ટેમ્પલને બીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગોલ્ડન ટેમ્પલને બીજી વખત બોમ્બથી ઉડાવી દ...
Jul 16, 2025
સમોસા, જલેબી જેવા ફૂડ પ્રોડક્ટસ પર ચેતવણી લેબલ
સમોસા, જલેબી જેવા ફૂડ પ્રોડક્ટસ પર ચેતવણ...
Jul 16, 2025
Trending NEWS

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025
16 July, 2025

16 July, 2025
16 July, 2025

16 July, 2025