અમેરિકામાં ભારતીયોની તસ્કરી, કેનેડિયન કોલેજોની ભૂમિકા પર ઊઠ્યાં સવાલ, ED એક્ટિવ
December 25, 2024
યુએસ-કેનેડા બોર્ડર પર ભારતીયોની તસ્કરીને લઈને EDએ ઘણી સંસ્થાઓ પર નજર રાખી છે. આ અંગે, EDએ કહ્યું કે તે કેનેડાની સરહદેથી ભારતીયોની તસ્કરી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કેટલીક કેનેડિયન કોલેજો અને ભારતીય સંસ્થાઓની સંડોવણીની તપાસ કરી રહી છે. જેમાં કેનેડાની કેટલીક કોલેજો અને ભારતીય સંસ્થાઓની સંડોવણીની તપાસ કરવામાં આવી રહી છે. આરોપ છે કે તેમની મદદથી ભારતીયોની તસ્કરી કરવામાં આવી રહી છે. જે પહેલા કેનેડા અને બાદમાં અમેરિકા મોકલવામાં આવે છે. આ ED તપાસ ગુજરાતના ડીંગુચા ગામના ચાર સભ્યોના મૃત્યુ સાથે સંબંધિત છે. જે 19 જાન્યુઆરી, 2022ના રોજ ગેરકાયદેસર રીતે કેનેડા-યુએસ બોર્ડર ક્રોસ કરવાનો પ્રયાસ કરતી વખતે ભારે ઠંડીથી મૃત્યુ પામ્યા હતા. EDએ આ કેસમાં મુખ્ય આરોપી ભાવેશ અશોકભાઈ પટેલ અને અન્યો વિરુદ્ધ અમદાવાદ પોલીસ FIRની નોંધ લીધી અને પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ફરિયાદ નોંધી હતી. EDની તપાસમાં અગાઉ જાણવા મળ્યું હતું કે માનવ તસ્કરીના આ રેકેટના ભાગરૂપે, આરોપીઓએ ગેરકાયદેસર રીતે અમેરિકા જવા ઈચ્છતા લોકો માટે કેનેડા સ્થિત કોલેજો અને યુનિવર્સિટીઓમાં પ્રવેશની વ્યવસ્થા કરી હતી. આવા લોકોએ કેનેડામાં સ્ટુડન્ટ વિઝા માટે એપ્લાય કર્યું અને પછી પહોંચ્યા, તેઓ કોલેજમાં જવાને બદલે ગેરકાયદેસર રીતે યુએસ-કેનેડા બોર્ડર ઓળંગી ગયા. EDએ જણાવ્યું હતું કે તેણે આ કેસમાં 10 ડિસેમ્બર અને 19 ડિસેમ્બરે મુંબઈ, નાગપુર, ગાંધીનગર અને વડોદરામાં આઠ સ્થળોએ નવી શોધખોળ હાથ ધરી હતી. એવું બહાર આવ્યું છે કે બંને સંસ્થાઓએ કમિશનના ધોરણે વિદેશી યુનિવર્સિટીઓમાં ભારતીયોના પ્રવેશ માટે 'કરાર' કર્યો હતો. આમાંથી એક સંસ્થા મુંબઈની અને બીજી નાગપુરની છે.
Related Articles
US-ઈરાન વચ્ચે ભીષણ સંઘર્ષ, ટ્રમ્પનો દાવો- અમને કોઈ નુકસાન નથી થયું
US-ઈરાન વચ્ચે ભીષણ સંઘર્ષ, ટ્રમ્પનો દાવો...
May 08, 2026
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહાર: હોર્મુઝમાં જહાજો પાસેથી હવે યુઆનમાં લેશે ટોલ
અમેરિકાના પેટ્રોડોલર પર ઈરાનનો મોટો પ્રહ...
May 08, 2026
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પૃથ્વીથી લઈને ચંદ્ર સુધી રહસ્યમયી વસ્તુના પુરાવા
અમેરિકાએ UFOની ગુપ્ત ફાઈલ્સ જાહેર કરી, પ...
May 08, 2026
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36 લોકો ઘાયલ, શોર્ટ સર્કિટ કે અકસ્માતની આશંકાએ તપાસ શરૂ
ઈરાનના શોપિંગ સેન્ટરમાં આગ : 8ના મોત, 36...
May 06, 2026
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને ગંભીર ઇજા : બાજુનાં ઘરો ખાલી કરાયા
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 6...
May 06, 2026
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું સૈન્ય વિમાન ગાયબ, ઈમરજન્સીનો છેલ્લો સંદેશ મોકલ્યો
ફરી યુદ્ધના ભણકારા! ઈરાન પાસે અમેરિકાનું...
May 06, 2026
Trending NEWS
કાયદો અને વ્યવસ્થા કથળી: જલંધરમાં BSF હેડક્વાર્ટર...
06 May, 2026
ચીનની ફટાકડા ફેકટરીમાં આગ : 21નાં મોત, 60થી વધુને...
06 May, 2026
પંજાબના જલંધરમાં BSF હેડક્વાર્ટરની બહાર સ્કૂટીમાં...
06 May, 2026