ઈરાને દુનિયા પર ફોડ્યો 'ઓઈલ બોમ્બ', સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ
March 01, 2026
ઈરાને ઈઝરાયેલ અને અમેરિકાના હુમલાના વિરોધમાં એક ઐતિહાસિક અને અત્યંત કડક નિર્ણય લેતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (હોર્મુઝની સામુદ્રધુની) ને સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે (IRGC) આ દરિયાઈ માર્ગ પર પોતાની મિસાઈલો અને યુદ્ધ જહાજો તૈનાત કરી દીધા છે. જેના કારણે અખાતી દેશોમાંથી થતી તેલ અને ગેસની નિકાસ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. નિષ્ણાતોનું માનવું છે કે આ ઘેરાબંધીને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ આસમાને પહોંચી શકે છે અને $150 પ્રતિ બેરલને પાર કરી શકે છે, જે વૈશ્વિક અર્થતંત્ર માટે કોઈ ‘ઓઈલ બોમ્બ’થી ઓછું નહીં હોય.
ઈરાનનું આ પગલું સીધી રીતે અમેરિકા અને તેના સાથી દેશો માટે એક મોટો આર્થિક પડકાર છે, જેના કારણે હવે ત્રીજા વિશ્વયુદ્ધની શક્યતાઓ વધી ગઈ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એટલી સાંકડી છે કે, તેના સૌથી ઓછા પહોળાઈ ધરાવતા ભાગમાં જહાજોને પસાર થવા માટે માત્ર 3 કિલોમીટરનો રસ્તો મળે છે. ઈરાને આ જ ‘નબળાઈ’ને પોતાનું હથિયાર બનાવ્યું છે. અખાતના આ સાંકડા રસ્તા પરથી વિશ્વનો અંદાજે 25 ટકા તેલ અને ગેસનો જથ્થો પસાર થાય છે, જે અટકી જવાનો સીધો અર્થ છે વૈશ્વિક સ્તરે ઊર્જાનું મહાસંકટ છે.
Related Articles
શિપમેન્ટ અટકતા ભારતના ચોખા નિકાસકારોના કરોડો રૂપિયા ફસાયા
શિપમેન્ટ અટકતા ભારતના ચોખા નિકાસકારોના ક...
Mar 01, 2026
ભાનમાં આવો, તમારું યુદ્ધ પડોશીઓ સાથે નથી ઃ UAE
ભાનમાં આવો, તમારું યુદ્ધ પડોશીઓ સાથે નથી...
Mar 01, 2026
આયતુલ્લા અલીરેઝા અરાફી ઈરાનના વચગાળાના 'સુપ્રીમ લીડર' બન્યા
આયતુલ્લા અલીરેઝા અરાફી ઈરાનના વચગાળાના '...
Mar 01, 2026
ખામેનેઈની હત્યા આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન ઃરશિયા
ખામેનેઈની હત્યા આંતરરાષ્ટ્રીય કાયદાઓનું...
Mar 01, 2026
ખામેનેઈના પરિવારનો પણ ખાતમો, પુત્ર-વહુ અને પુત્રી તથા સંરક્ષણ મંત્રી સહિત ટોચના નેતાઓ-અધિકારીઓના મોત
ખામેનેઈના પરિવારનો પણ ખાતમો, પુત્ર-વહુ અ...
Mar 01, 2026
ઈરાન અકળાયું, પ.એશિયામાં 27 અમેરિકન સૈન્ય ઠેકાણે હુમલા
ઈરાન અકળાયું, પ.એશિયામાં 27 અમેરિકન સૈન્...
Mar 01, 2026
Trending NEWS
28 February, 2026
28 February, 2026
28 February, 2026
28 February, 2026
28 February, 2026
28 February, 2026
28 February, 2026
28 February, 2026
28 February, 2026
28 February, 2026