અમેરિકા સાથે પરમાણુ કરાર કરવા ઈરાન તૈયાર, ખામેનાઈએ મૂકી એક શરત
February 15, 2026
ઈરાને પોતાના પરમાણુ કાર્યક્રમ પર સમજૂતીનો રસ્તો હવે ખોલી દીધો છે. તહેરાનનું કહેવું છે કે તે અમેરિકા સાથે સમજૂતીની દિશામાં આગળ વધવા માટે તૈયાર છે. જો કે તે માટે ઈરાને એક શરત પણ રાખી છે કે પરમાણુ સમજૂતી તો જ સંભવ થશે જ્યારે વોશિંગ્ટન પ્રતિબંધો દૂર કરવા માટે તૈયાર હોય, ખાનગી ચેનલ સાથે વાત કરતાં ઈરાનના ઉપ વિદેશમંત્રી માજિદ તખ્ત રવાંચીએ કહ્યું કે કરાર કરવા માટેની ઈચ્છા માટેની જવાબદારી અમેરિકા પર છે. તે જો ઈમાનદાર છે તો મને વિશ્વાસ છે કે અમે પરમાણુ કરાર પર આગળ વધીશું, તેમણે વધુમાં જણાવ્યું કે જો પ્રતિબંધોમાં રાહતનો પ્રસ્તાવ રાખવામાં આવશે તો તહેરાન પોતાના પરમાણુ કાર્યક્રમ પર મર્યાદા રાખવા અને ચર્ચા માટે તૈયાર છે.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના અધિકારીઓ સતત દાવો કરી રહ્યા છે ઈરાન લાંબા સમયથી ચાલતી આવતી વાતચીતમાં રોળા નાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. ગત શનિવારે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે સમજૂતીને પ્રાથમિકતા આપી રહ્યા છે પણ સામે ઈરાન સાથે સમજૂતી કરવી ખૂબ જ મુશ્કેલ છે. અમેરિકા અને ઈરાને ફેબ્રુઆરીની શરૂઆતમાં જ ઓમાનમાં અપ્રત્યક્ષ વાતચીત કરી હતી. આ ઉપરાંત ઉપ વિદેશમંત્રી માજિદ તખ્ત રવાંચીએ એ પણ પુષ્ટિ કરી છે કે બીજી વાર્તા મંગળવારે જીનીવામાં થશે. શરૂઆતની વાતચીત સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે પણ હાલ કઈંક કહેવું ઉતાવળ કહેવાશે. 60 ટકા સમૃદ્ધ યુરેનિયમ ભંડારને ઓછા કરવાના પ્રસ્તાવમાં ઈરાને ઢીલ દર્શાવી છે. આ સ્તર પર સમૃદ્ધ યુરેનિયમ ભંડાર હથિયાર ગ્રેડની નજીક છે. જેથી આંતરરાષ્ટ્રીય શંકા વધી છે કે ઈરાન પરમાણુ હથિયાર વિકસિત કરવાની દિશામાં આગળ વધી રહ્યું છે. જો કે ઈરાન આ દાવાઓને સતત ફગાવી રહ્યું છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026