ઈરાન સરેન્ડર નહીં કરે, યુદ્ધમાં અમેરિકા ઝંપલાવશે તો પછી ઓલઆઉટ વોર થશે: ખામેનેઈની ધમકી
June 18, 2025
ઈઝરાયલ સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ઈરાનના 86 વર્ષીય સુપ્રીમ લીડર અયાતુલ્લા અલીમ ખામેનેઈ સતત એકલા પડતા નજરે પડી રહ્યા છે. યુદ્ધ શરૂ થયાના માત્ર 6 દિવસની અંદર ખામેનેઈએ પોતાના મુખ્ય સૈન્ય અને સુરક્ષા સલાહકારોને ઈઝરાયલી હવાઈ હુમલામાં ગુમાવી દીધા છે, તેના મોટા ન્યૂક્લિયર સાયન્ટિસ્ટ માર્યા ગયા છે. તેનાથી ખામેનેઈના ઇનર સર્કલમાં મોટું ગાબડું પડી ગયું છે અને ઈરાન તરફથી રણનીતિક ખામીઓનો ખતરો વધી ગયો છે. આ વચ્ચે ટ્રમ્પ આ યુદ્ધની શરૂઆતથી જ ઈરાનને આત્મસમર્પણ કરવા ધમકી અને સલાહ આપી રહ્યા છે. ત્યારે હવે ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈએ કહ્યું કે, ઈઝરાયલે મોટી ભૂલ કરી દીધી છે અને તેની સજા મળશે. અમે શહીદોની કુરબાનીને નહીં ભૂલીએ. ઈરાનના લોકો આ હુમલો નહીં ભૂલે. અમારી સેના રક્ષા માટે તૈયાર છે. અમેરિકા સમજી લે, અમે આત્મસમર્પણ નહીં કરીએ.
ઈરાન-ઇઝરાયલ યુદ્ધમાં અમેરિકાના કૂદવાની અટકળો વચ્ચે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખામેનેઈએ કહ્યું કે, તેમનો દેશ કોઈપણ સંજોગોમાં આત્મસમર્પણ નહીં કરે. રાષ્ટ્રીય ટેલીવિઝન પર ખામેનેઈએ દેશના નામે રાષ્ટ્રીય સંબોધનમાં કહ્યું કે, ઈરાન કોઈપણ સંજોગોમાં આત્મસમર્પણ નહીં કરે. ઈરાનની જનતા પોતાના શહીદોના ખૂનને ક્યારેય નહીં ભૂલે. દેશની હવાઈ સરહદનું ઉલ્લંઘન કરનારાઓને ક્યારે માફ નહીં કરવામાં આવે. જો અમેરિકા ઇસ્લામી ગણરાજ્યના દુશ્મનોનો સાથ આપ્યો તો તેને ગંભીર પરિણામ ચૂકવવા પડશે. અમેરિકનોને જાણ હોવી જોઈએ કે, સંયુક્ત રાજ્ય અમેરિકા દ્વારા કોઈપણ સૈન્ય હસ્તક્ષેપથી તેને અપૂરણીય ક્ષતિ ઉઠાવવી પડશે.
તેમણે ઈઝરાયલને કહ્યું કે, 'જો અમેરિકા યુદ્ધના મેદાનમાં ઝંપલાવે છે તો પછી ઓલઆઉટ વોર થશે.' ઈરાને કહ્યું કે, 'તેઓ ઈઝરાયલને આકરો જવાબ આપશે અને જો અમેરિકન સેનાઓ સંઘર્ષમાં સામેલ થશે તો તેઓ તેમના વિરૂદ્ધ પણ એવું જ કરશે.' જિનેવામાં ઈરાનના રાજદૂત અલી બહરીનીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'જો ઈઝરાયલી એટેક થતા રહેશે તો તેહરાન તરફથી આકરો જવાબ આપવામાં આવશે.'
હાલમાં જ ટ્રમ્પે સોશિયલ મીડિયા એકાઉન્ટ ટ્રુથ સોશિયલ પર બોલ્ડ અક્ષરોમાં પોસ્ટ કરી છે 'UNCONDITIONAL SURRENDER' અર્થાત તે ઈરાનને શરતો વિના આત્મસમર્પણ કરવા કહી રહ્યા છે. ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈ માટે આકરા શબ્દોમાં કહ્યું છે કે, અમે જાણ છે કે, સુપ્રીમ લીડર ક્યાં છુપાયા છે. તેઓ એક સરળ ટાર્ગેટ છે. પરંતુ હાલ તેઓ સુરક્ષિત છે. અમે હાલ તેમના પર હુમલો કરવા જઈ રહ્યા નથી. અમે નથી ઈચ્છતા કે, મિસાઈલ વડે નાગરિકો પર હુમલો થાય તથા અમેરિકાના સૈનિકોને ટાર્ગેટ બનાવાય. પરંતુ હવે અમારી ધીરજ ખૂટી રહી છે.
Related Articles
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026