'ઈરાનની સેન્ટ્રલ બેંકને ઈઝરાયલે જાહેર કરી આતંકવાદી સંગઠન', સીઝફાયર બાદ પણ ઉકળતો ચરૂ
June 25, 2025
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધવિરામ થઈ ગયુ છે. પરંતુ તેમ છતાં બંને દેશો વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યુ છે. આ દરમિયાન ઈઝરાયલે ઈરાનના સેન્ટ્રલ બેંકને આંતકી સંગઠન જાહેર કર્યુ છે. ઈઝરાયલે આરોપ લગાવ્યો છે કે, ઈરાનની સેન્ટ્રલ બેંક આતંકી પ્રવૃત્તિઓ માટે ફંડિંગ કરી રહ્યુ છે. આમ ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના 12 દિવસના યુદ્ધ પછી એક મહત્ત્વપૂર્ણ ઘટના સામે આવી છે.
ઈઝરાયલના રક્ષા મંત્રી ઈઝરાયલ કાર્ટજે ટ્વીટ કરીને કહ્યું કે, 'મોસાદ અને રાષ્ટ્રીય આર્થિક યુદ્ધ મુખ્યાલયની વિનંતી પર, મેં ઈરાનની સેન્ટ્રલ બેંકને આતંકવાદી સંગઠન જાહેર કરતા એક ખાસ આદેશ પર હસ્તાક્ષર કર્યા છે. જેનો હેતુ ઈરાની આતંકવાદી શાસનની નાણાકીય વ્યવસ્થાના મૂળ પર પ્રહાર કરવાનો છે.'
તેમણે કહ્યું કે, 'ઈરાનની સેન્ટ્રલ બેંક એવુ માધ્યમ છે કે જે આતંકવાદને લઈને અરબો ડોલરનું રોકાણ કરે છે. અમે એવી જગ્યાએ હુમલો કરીશુ કે જ્યાં અયાતુલ્લા શાસનને સૌથી વધુ નુકસાન પહોંચાડે. હિઝબુલ્લાહના આતંકવાદ, હુથી, ઇરાકી શિયા લશ્કર, હમાસ અને રિવોલ્યુશનરી ગાર્ડ્સ મારફતે બેંક ભંડોળ પૂરું પાડે છે. આતંકવાદમાં શામેલ ઈરાનના કોઈપણ સરકારી એજન્સીને છૂટ નહી મળે.'
જ્યારે યુદ્ધવિરામના ઉલ્લંઘન મામલે ઈઝરાયલના રક્ષા મંત્રી કાર્ટજે કહ્યું કે, 'ઈઝરાયલના સુરક્ષાદળોને નિર્દેશ કરવામાં આવ્યો છે કે, જો ઈરાન સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કરે છો તો તે પૂર તાકાત સાથે તેનો જવાબ આપશે.'
Related Articles
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026