ગાઝામાં ઈઝરાયલની ભયંકર 'સ્ટ્રાઈક', 81નાં મોત, 400ને ઈજા
June 29, 2025
7 ઓક્ટોબરના હુમલાનો માસ્ટરમાઈન્ડ ઠાર મરાયાનો દાવો
ગાઝા- યુદ્ધવિરામની વાતો વચ્ચે પણ ઇઝરાયલે ગાઝાવાસીઓ પર અવિરત હુમલા ચાલુ રાખ્યા છે. ઇઝરાયલી સેનાએ ગાઝા પટ્ટી પર ફરી એકવાર ભયંકર હવાઈ હુમલો કર્યો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 81 પેલેસ્ટાઈનના લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 400થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. મૃતકોમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો સામેલ છે. ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે આ તમામ મોતોની પુષ્ટિ કરી છે.
મળતી માહિતી અનુસાર, ઇઝરાયલી ડિફેન્સ ફોર્સે ગાઝાના ભીડભાડવાળા રહેણાંક વિસ્તારો, એક એપાર્ટમેન્ટ, સ્કૂલ, સ્ટેડિયમ અને શરણાર્થી ટેન્ટોને નિશાન બનાવ્યા. બોમ્બમારા બાદ વિસ્તારમાં ચોતરફ ધૂળ, આગ અને મૃતદેહ નજરે આવ્યો. વિસ્થાપિત પેલેસ્ટાઇનના યૂસુફ અબૂ નાસેરે આ દુર્ઘટનાની ભયાનકતાને લઈને નિવેદન કર્યું છે.
આ સાથે ઈઝરાયલી સુરક્ષા દળ (IDF) એ દાવો કર્યો છે કે તેણે ગાઝા સિટીના સબરા વિસ્તારમાં એક ટારગેટેડ એરસ્ટ્રાઈકની મદદથી હમાસના ટોચના લીડર હાકમ મોહમ્મદ ઈસ્સા અલ ઈસ્સાને ઠાર માર્યો છે. અલ ઈસ્સાને 7 ઓક્ટોબર 2023ના નરસંહારનો માસ્ટરમાઈન્ડ અને હમાસના સૈન્ય વિંગના સંસ્થાપક સભ્યોમાંથી એક મનાય છે.
શિફા હોસ્પિટલના સ્ટાફના જણાવ્યા મુજબ શુક્રવારે રાતે શરુ થયેલા હુમલા શનિવારે પણ ચાલુ રહ્યા હતા. તેના લીધે ગાઝા સ્ટેડિયમ નજીકના પેલેસ્ટાઇની શહેરમાં 12ના મોત થયા હતા. આ ઉપરાંત આશ્રય લઈ રહેલા લોકો વિસ્થાપિત થયા હતા.
આ ઉપરાંત નાસીર હોસ્પિટલમાં 20થી પણ વધુ મૃતદેહો આવ્યા હોવાનું આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું. શનિવારે ભરબપોરે ગાઝા શહેરની ગલીમાં કરવામાં આવેલા હુમલામાં 11ના મોત થયા હતા. તેમના મૃતદેહ અલ-અહલી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
Related Articles
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026