ખામેનેઈના પરિવારનો પણ ખાતમો, પુત્ર-વહુ અને પુત્રી તથા સંરક્ષણ મંત્રી સહિત ટોચના નેતાઓ-અધિકારીઓના મોત

March 01, 2026

ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર કરવામાં આવેલા હુમલામાં સુપ્રીમ લીડર અલી ખામેનેઈ માર્યા ગયા છે. આ ઘટના બાદ ઈરાનમાં 40 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરવામાં આવી છે. ખામેનેઈના મૃત્યુથી મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર અને તણાવપૂર્ણ બની ગઈ છે, અને ઈરાન દ્વારા પણ વળતો પ્રહાર કરવામાં આવી રહ્યો છે.


ઈરાનનો દાવો છે કે, તેમણે 14 અમેરિકન સૈન્ય અડ્ડાઓને નિશાન બનાવ્યા છે, જેમાં સેંકડો અમેરિકન સૈનિકો માર્યા ગયા હોવાની આશંકા છે. ઈરાની સ્ટેટ મીડિયાના જણાવ્યા અનુસાર, દુબઈમાં આવેલી એક CIA ફેસિલિટીને મિસાઈલ સ્ટ્રાઈકમાં ઉડાવી દેવામાં આવી છે. બીજી તરફ, ઈઝરાયેલ દ્વારા પણ ઈરાન પર સતત બોમ્બમારો ચાલુ છે.

 

આંતરરાષ્ટ્રીય મીડિયા અનુસાર, આ સંયુક્ત હુમલામાં ઈરાનના 40 થી વધુ વરિષ્ઠ અધિકારીઓના મોત થયા છે. આ ઉપરાંત, ખામેનેઈના પરિવારમાંથી તેમની પુત્રી, પૌત્રી, જમાઈ મોહતબા ખામેનેઈ અને પુત્રવધૂ ઝહરા હદાદ અદેલનું પણ મોત થયું છે. આ હુમલાથી ઈરાનની સૈન્ય અને વહીવટી કમાનને મોટો ફટકો પડ્યો છે.