આર્ચરીમાં કુમકુમ મોહોદે વધુ એક ગોલ્ડ મેડલ જીતી રચ્યો ઈતિહાસ
October 03, 2026
એશિયન ગેમ્સ 2026ના છેલ્લા દિવસની શરૂઆત ભારતે અત્યંત શાનદાર અંદાજમાં કરી છે. ભારતની યુવા મહિલા તીરંદાજ કુમકુમ મોહોદે મહિલાઓની રિકવ ઇન્ડિવિયુઅલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. એશિયન ગેમ્સના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું છે કે કોઈ ભારતીય મહિલાએ આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ પોતાના નામ કર્યો હોય. આ રોમાંચક અને કાંટાની ટક્કરવાળા ફાઇનલ મુકાબલામાં કુમકુમએ દક્ષિણ કોરિયાની ખેલાડી ઓહ યેજિનને શૂટઓફમાં હરાવીને આ સફળતા મેળવી છે. આ સાથે જ એશિયન ગેમ્સમાં ભારતનો આ 17મો ગોલ્ડ મેડલ છે અને કુલ મેડલની સંખ્યા 77 પર પહોંચી ગઈ છે. ફાઇનલ સુધીની સફરમાં કુમકુમએ શાનદાર પ્રદર્શન કર્યું. સેમિફાઇનલમાં ચીનની ઝૂ જિંગયીને 6-2થી હરાવી, જ્યારે ક્વાર્ટર ફાઇનલમાં વર્લ્ડ ચેમ્પિયન અને પૂર્વ ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ કાંગ ચેયૉંગને 6-4થી હરાવીને મોટો ઉલટફેર કર્યો હતો.લોસ એન્જેલસ ઓલિમ્પિક 2028ના બે કોટામાંથી એક મેળવનાર કુમકુમએ ઝૂ સામે 28-27, 30-30, 29-29, 29-28થી જીત મેળવી હતી. આ અગાઉ તેમણે અંકિતા ભક્ત અને કીર્તિ શર્મા સાથે મળીને મહિલા રિકવ ટીમનો ગોલ્ડ તથા ધીરજ બોમ્મદેવરા સાથે મિક્સ્ડ ડબલનો સિલ્વર મેડલ પણ જીત્યો હતો.
Related Articles
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી જીત્યો ગોલ્ડ મેડલ
એશિયન ગેમ્સ: ભારતે ક્રિકેટમાં પાકિસ્તાનન...
Oct 03, 2026
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિટોરિયસે T20 ક્રિકેટના ઈતિહાસનો ક્રિસ ગેલનો 13 વર્ષ જૂનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો
13 છગ્ગા, 15 ચોગ્ગા સાથે 188 રન.... પ્રિ...
Oct 03, 2026
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહેરાત, 10 ઑક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહે...
Oct 02, 2026
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જીત્યા 8 મેડલ, એશિયન ગેમ્સમાં કુલ મેડલ 45 થયા
Asian Games 2026 : ભારતે એક જ દિવસમાં જી...
Sep 29, 2026
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત, સાવન બરવાલે મેન્સ મેરેથોનમાં સિલ્વર મેડલ જીતી રચ્યો ઇતિહાસ
એશિયન ગેમ્સમાં 44 વર્ષના દુષ્કાળનો અંત,...
Sep 26, 2026
Trending NEWS
સુરતના સાંસદનો ગાંધી બાગમાં બફાટ, ગાંધી જયંતીને ગણ...
02 October, 2026
દોષિતોએ ભારે કિંમત ચૂકવવી પડશે', નેતન્યાહૂનો એક્શન...
02 October, 2026
જ્ઞાનેશ કુમારના રાજીનામાં સુધી લડાઈ યથાવત રહેશે'-...
02 October, 2026
જ્ઞાનેશ કુમારના રાજીનામાંની માંગ તેજ છતાં ચૂંટણી પ...
02 October, 2026
ICC વનડે વર્લ્ડ કપ 2027ના શેડ્યૂલની જાહેરાત, 10 ઑક...
02 October, 2026
સુરતમાં 4 વર્ષ જૂના ટ્રીપલ મર્ડરનો ભેદ ઉકેલાયો
30 September, 2026
ચાલુ ફ્લાઈટમાં બંને પાયલટ બાખડ્યા ને દુનિયામાં ફેલ...
30 September, 2026
પ્રતિબંધિત જાહેરાત મામલે તુકારામ મુંઢે લાલઘૂમ: શાહ...
30 September, 2026
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો...
30 September, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં...
30 September, 2026