મધ્ય આફ્રિકન રિપબ્લિકમાં સોનાની ખાણ ધસી પડતાં 30થી વધુના મોત, અનેક લોકો ફસાયા
August 19, 2026
બાંગુઈમાં મધ્ય આફ્રિકન રિપબ્લિકના પશ્ચિમ ભાગમાં આવેલી એક સોનાની ખાણ અચાનક ધસી પડતા મોટી હોનારત સર્જાઈ છે. આ દુર્ઘટનામાં આશરે 30થી વધુ ખાણિયાઓના મોત નીપજ્યા છે, જ્યારે અનેક લોકો હજુ પણ અંદર ફસાયેલા હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં જ તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે અને ખાણમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
બચી ગયેલા એક વ્યક્તિએ આપેલી વિગત મુજબ આ દુર્ઘટના નાના મામબેરે પ્રીફેક્ટરના અબ્બા વિસ્તારમાં બની છે. આ એક પરંપરાગત ખાણ હતી, જેમાં ટેકનોલોજીનો મર્યાદિત ઉપયોગ થતો હતો. બચાવ કર્મચારીઓ અંદર ફસાયેલા લોકોની શોધખોળ કરી રહ્યા છે, પરંતુ તેમના જીવિત રહેવાની શક્યતા ખૂબ જ ઓછી હોવાનું જણાવાઈ રહ્યું છે.
આ વિસ્તારના ડેપ્યુટી મેયર સુલેમાન બીએ જણાવ્યું કે સુરક્ષા કર્મચારીઓ અને સ્થાનિકોની મદદથી અત્યાર સુધીમાં 30 લોકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. ઈજાગ્રસ્ત મજૂરોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
ડેપ્યુટી મેયરે વધુમાં કહ્યું કે આ ઘટના ખૂબ જ ભયાનક છે, તેથી અમે સ્વયંસેવી સંગઠનો અને સ્થાનિક લોકોને મદદ માટે આગળ આવવાની અપીલ કરી રહ્યા છીએ, જેથી અંદર ફસાયેલા લોકોને બહાર કાઢી શકાય. તેમની આ અપીલને ધ્યાને લઈને અનેક લોકો મદદ માટે આગળ આવી રહ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
Related Articles
ઈરાન યુદ્ધથી બ્રિટનમાં ઊર્જાના ભાવ વધતાં જુલાઈમાં ફુગાવો 2.9% પર પહોંચ્યો, વ્યાજદર વધારવા અંગે બેન્ક ઓફ ઈંગ્લેન્ડની મૂંઝવણ
ઈરાન યુદ્ધથી બ્રિટનમાં ઊર્જાના ભાવ વધતાં...
Aug 19, 2026
ઈરાનના મિસાઈલ હુમલાના દાવા વચ્ચે યુએઈએ તમામ વેપાર સ્થગિત કર્યો, 10 મિનિટમાં ચેતવણી હટાવી
ઈરાનના મિસાઈલ હુમલાના દાવા વચ્ચે યુએઈએ ત...
Aug 19, 2026
મોસ્કો પર યુક્રેનના 600થી વધુ ડ્રોનનો હુમલો, રહેણાંક ઈમારતોને નુકસાન, બાળકી સહિત 3 લોકો ઘાયલ
મોસ્કો પર યુક્રેનના 600થી વધુ ડ્રોનનો હુ...
Aug 19, 2026
સીરિયાના અબુ અલ-દુહુર એરબેઝ પર 4 હવાઈ હુમલા, મુખ્ય રનવેને નિશાન બનાવાયો; ઇઝરાયલ પર શંકા
સીરિયાના અબુ અલ-દુહુર એરબેઝ પર 4 હવાઈ હુ...
Aug 18, 2026
ઝામ્બોઆંગાની હાઇસ્કૂલમાં વિદ્યાર્થીએ ફાયરિંગ કરતાં એકનું મોત, 2 ઘાયલ હુમલાખોરે આત્મહત્યા કરી
ઝામ્બોઆંગાની હાઇસ્કૂલમાં વિદ્યાર્થીએ ફાય...
Aug 18, 2026
અમેરિકામાં ફ્લોરિડાની જેલમાં ચાઈલ્ડ પોર્નોગ્રાફીના આરોપી અને મૂળ ગુજરાતી ડોક્ટરનું મોત, 34 નવા આરોપો લાગ્યા હતા
અમેરિકામાં ફ્લોરિડાની જેલમાં ચાઈલ્ડ પોર્...
Aug 17, 2026
Trending NEWS
19 August, 2026
18 August, 2026
18 August, 2026
18 August, 2026
18 August, 2026
18 August, 2026
18 August, 2026
18 August, 2026
18 August, 2026
18 August, 2026