એપસ્ટિન ફાઈલ્સમાં 169 વખત નામનો ઉલ્લેખ, દલાઈ લામા બોલ્યા હું ક્યારેય મળ્યો નથી
February 08, 2026
ન્યુ યોર્ક ઃ અમેરિકા સહિત દુનિયાભરમાં ખળભળાટ મચાવી દેનાર એપસ્ટિન ફાઈલ્સમાં હવે તિબેટીયન ધર્મગુરુ દલાઈ લામાનું નામ સામે આવ્યું છે. અમેરિકન ન્યાય વિભાગ દ્વારા જાહેર કરાયેલા એપસ્ટિન ફાઈલ્સના દસ્તાવેજમાં દલાઈ લામાના નામનો 169 વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેને લઈને સોશિયલ મીડિયા પર હંગામો મચ્યો છે, ત્યારે દલાઈ લામાએ પ્રેસનોટ જાહેર કરીને આ મામલે સ્પષ્ટતા કરી છે.
એપસ્ટિન ફાઈલ્સમાં નામ હોવાના દાવા મામલે દલાઈ લામાએ પ્રેસનોટ જાહેર કરીને જણાવ્યું છે કે, "એપસ્ટિન ફાઈલ્સ" સંબંધિત કેટલાક તાજેતરના મીડિયા અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સ દલાઈ લામાને જેફરી એપસ્ટિન સાથે જોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે સ્પષ્ટપણે પુષ્ટિ કરીએ છીએ કે દલાઈ લામા ક્યારેય જેફરી એપસ્ટિનને મળ્યા નથી, ન તો તેમણે તેમના વતી કોઈને મળવા કે સંપર્ક કરવાની મંજૂરી આપી છે." અમેરિકન ન્યાય વિભાગ દ્વારા જાહેર કરાયેલા દસ્તાવેજોમાં દલાઈ લામાના નામનો 169 વખત ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનાથી અફવાહ તેજ બની છે. જ્યારે કેટલાક મેઈલ્સમાં વર્ષ 2012માં કોઈ ઈવેન્ટમાં બંનેના હોવાની વાત કહેવામાં આવી છે. જોકે, આ મામલે દલાઈ લામાના કાર્યાલય દ્વારા તાત્કાલિક પ્રેસનોટ બહાર પાડીને સ્પષ્ટતા કરી છે. જેમાં એપસ્ટિન ફાઈલમાં લગાયેલા આરોપોને નકારી કાઢવામાં આવ્યા છે.
દલાઈ લામાના 'X' એકાઉન્ટ પર જાહેર કરાયેલી પ્રેસનોટમાં તેમના કાર્યાલયે એપસ્ટિન ફાઈલ્સના દાવાને ખોટા અને ભ્રામક અફવાહ ગણાવી છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ફાઈલ્સમાં મોટાભાગે નામનો ઉલ્લેખ કરાયો છે. જેમાં કોઈ ફોટોગ્રાફ્સ નથી, કોઈ નાણાકીય વ્યવહારો નથી, સીધી મુલાકાતોના કોઈ પુરાવા નથી.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026