જયપુરમાં ઓવરસ્પીડ કાર 16 ફૂટ નીચે નાળામાં ખાબકી, એક જ પરિવારના 7ના મોત
September 14, 2025
જયપુર : રાજસ્થાનના જયપુરના શિવદાસપુરા વિસ્તારમાં રિંગરોડ પર મોટો અકસ્માત સર્જાયો છે. પૂરપાટ ગતિએ જઈ રહેલી કાર બેકાબૂ થઈને અંડર બાયપાસમાં ખાબકી, જેમાં 7 લોકોના કરૂણ મોત નીપજ્યા. મૃતકોમાં બે બાળકો અને બે મહિલાઓ પણ સામેલ છે. દુર્ઘટનામાં એક જ પરિવારના સાત લોકોના મોતના સમાચારથી મૃતકોના ગામ અને પરિવારમાં માતમ છવાયો છે.
મળતી માહિતી અનુસાર, કાલૂરામ પોતાના પરિવાર સાથે હરિદ્વારથી પરત ફરી રહ્યા હતા. તેઓ પોતાના પિતાની અસ્થિને ગંગામાં વિસર્જિત કરીને પરત ફરી રહ્યા હતા. આ સમયે શિવદાસપુરા નજીક તેમની ગાડી અચાનક બેકાબૂ થઈને બાયપાસમાં ખાબકી છે. દુર્ઘટના એટલી ખતરનાક હતી કે તમામના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા છે. દુર્ઘટનામાં કાલૂરામ અને તેમની પત્ની સીમા, ભાઈ રામરાજ અને પત્ની મધુ, 14 મહિનાનો દીકરો રૂદ્ર, રોહિત અને તેમનો ત્રણ વર્ષ દીકરો ગજરાજ સામેલ છે. પરિવાર મૂળ અજમેર જિલ્લાના કેકડી અને જયપુરના વાટિકા ક્ષેત્રનો રહેવાસી છે. એક જ પરિવારના સાત લોકોના મોતથી સમગ્ર પંથકમાં શોકની લહેર પ્રસરી ગઈ છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ દુર્ઘટના શિવદાસપુરા વિસ્તારમાં પ્રહ્લાદપુરા નજીક બની. એક પૂરપાટ ઝડપે જઈ રહેલી કાર ડિવાઇડર સાથે અથડાઈને રિંગરોડથી લગભગ 16 ફૂટ નીચે જઈને ખાબકી. કાર એક અંડરપાસમાં ખાબકતા પાણી ભરાયું હતું. સ્થાનિક લોકોએ રવિવાર બપોરે દુર્ઘટનાગ્રસ્ત કારને પાણીથી ભરેલા અંડરપાસમાં ઉંધી પડેલી જોઈ.
માહિતી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને ક્રેનની મદદથી કારને બહાર કાઢી. શિવદાસપુરાના પોલીસ અધિકારી સુરેન્દ્ર સૈનીએ કહ્યું કે, 'કારમાં સવાર તમામ સાત લોકો મૃત મળી આવ્યા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલાયા છે.
Related Articles
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પૂર્ણ : વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલા...
Oct 09, 2026
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય નૌકાદળમાં થશે સામેલ
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગર...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026