કેનેડામાંથી મોટા પાયે 'ડિપોર્ટેશન'ની તૈયારી, 30,000થી વધુને 'નોટિસ', ખાલિસ્તાનીઓનું ટેન્શન વધ્યું
April 17, 2026
30,000 અરજદારોને કેનેડા સરકારની નોટિસ
ટોરોન્ટો ઃ કેનેડામાં વસતા ઇમિગ્રન્ટ્સ અને શરણાર્થીઓ માટે મુશ્કેલીઓ વધી રહી છે, કારણ કે કેનેડાની સરકારે હવે તેમના નિયમોમાં ભારે કડકાઈ વર્તવાનું શરૂ કર્યું છે. કેનેડા સરકાર દ્વારા મોટી સંખ્યામાં શરણાર્થીઓ અને અસ્થાયી રહેવાસીઓને નોટિસ મોકલવામાં આવી રહી છે, જેમાં સંકેત આપવામાં આવ્યો છે કે તેઓ હવે દેશમાં રહેવા માટે પાત્ર નથી અને તેમણે પરત ફરવાની તૈયારી કરવી પડી શકે છે. ખાસ કરીને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કે ખાલિસ્તાન સમર્થક દાવાઓના આધારે શરણ માંગનારાઓ પર આ નિર્ણયની મોટી અસર પડી શકે છે. અગાઉ કેનેડા આવા કિસ્સાઓમાં સરળતાથી આશરો આપી દેતું હતું, પરંતુ હવે સ્થિતિ બદલાઈ રહી છે.
ઇમિગ્રેશન વિભાગ(IRCC) દ્વારા લગભગ 30,000 જેટલા અરજદારોને 'પ્રોસિજરલ ફેરનેસ લેટર્સ' મોકલવામાં આવ્યા છે. આ નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે તેમની અરજીઓ નિર્ધારિત ધોરણો પર ખરી ઉતરતી નથી. જોકે, સરકાર આને સીધો 'ડિપોર્ટેશન ઑર્ડર' નથી ગણાવી રહી, પરંતુ ચેતવણી જરૂર આપી છે કે જો યોગ્ય પુરાવા રજૂ કરવામાં નહીં આવે તો તેમને ટૂંક સમયમાં કેનેડા છોડવું પડશે. આ કડક કાર્યવાહી પાછળ નવો કાયદો 'બિલ સી-12'(Bill C-12) જવાબદાર છે, જેણે શરણ લેવાના નિયમો અત્યંત જટિલ બનાવી દીધા છે. નવા નિયમો મુજબ, જે લોકો કેનેડા આવ્યાના એક વર્ષની અંદર શરણ માટે અરજી નથી કરતાં અથવા અમેરિકાની સરહદથી અનિયમિત રીતે કેનેડા પ્રવેશીને 14 દિવસમાં દાવો નથી કરતા, તેમને અપાત્ર જાહેર કરી શકાય છે. ઇમિગ્રેશન નિષ્ણાતોનું માનવું છે કે આનાથી કેનેડામાં છુપાયેલા ભારત વિરોધી તત્ત્વો પર લગામ કસાશે. જોકે, વકીલો અને નિષ્ણાતોએ ચિંતા વ્યક્ત કરી છે કે રૂબરૂ સુનાવણીને બદલે માત્ર કાગળ પર લેવાતા નિર્ણયોને કારણે સાચા અરજદારોને પણ અન્યાય થઈ શકે છે. હાલમાં હજારો લોકો કેનેડામાં અનિશ્ચિતતા અને ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.
Related Articles
કેનેડાનાં વિદેશમંત્રી અનિતા આનંદ ભારતની મુલાકાતે : જયશંકર સાથે સઘન મંત્રણા યોજી
કેનેડાનાં વિદેશમંત્રી અનિતા આનંદ ભારતની...
Oct 14, 2026
કેનેડા-અમેરિકાના સૌથી ગરીબ લોકો પણ ભારતના સૌથી વધુ અમીરો કરતાં વધુ કમાય છે
કેનેડા-અમેરિકાના સૌથી ગરીબ લોકો પણ ભારતન...
Oct 13, 2026
કેનેડિયન લેખિકા એન કાર્સનને 2026નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર એનાયત
કેનેડિયન લેખિકા એન કાર્સનને 2026નો સાહિત...
Oct 08, 2026
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુરોપિયન- યુનિયન' તરફ
કેનેડાના PM ' અમેરિકા પર આધાર ઘટાડવા યુર...
Sep 23, 2026
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયાત પર અમેરિકા પ્રતિબંધ મુકશે
કેનેડાથી ડેરી ઉત્પાદનો, દારૂ, બાઈકની આયા...
Sep 10, 2026
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી વધુ વસ્તુઓ પર 50% ટેરિફ ઝીંક્યો
કેનેડાનો ટ્રમ્પને ઝટકો, અમેરિકાની 600થી...
Sep 09, 2026
Trending NEWS
17 October, 2026
17 October, 2026
16 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
15 October, 2026
14 October, 2026
14 October, 2026
14 October, 2026