Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવી શકે છે પોલીસ, ઈજાગ્રસ્ત સાંસદોનું નિવેદન લેવાશે

December 20, 2024

દિલ્હી : સંસદ પરિસરમાં ગુરૂવારે સત્તા પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે થયેલી ધક્કા-મક્કી બાદ ભાજપ અને કોંગ્રેસ દ્વારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ ફરિયાદોની તપાસ હવે દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચને સોંપવાની તૈયારી ચાલી રહી છે. જણાવી દઈએ કે, ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા રાજ્યસભામાં ડૉ. ભીમરાવ આંબેડકર પર આપેલાં નિવેદન બાદ આ ઘટના બની હતી. ધક્કા મુક્કીમાં ભાજપના બે સાંસદ ઈજાગ્રસ્ત થયા હતાં. 

આ ઘટના બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેમાં તેમના પર હુમલો, ઉશ્કેરણી અને હત્યાના પ્રયાસનો આરોપ લગાવવામાં આવ્યો છે. ભાજપ સાંસદ અનુરાગ ઠાકુરે ફરિયાદ નોંધાવ્યા બાદ મીડિયાને કહ્યું, 'અમે રાહુલ ગાંધીની સામે હુમલો અને ઉશ્કેરણી માટે દિલ્હીના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમે વિસ્તારથી આ ઘટનાનું વર્ણન કર્યું છે. આ ઘટના મકર દ્વારની બહાર થઈ, જ્યાં એનડીએ સાંસદ શાંતિપૂર્વક વિરોધ-પ્રદર્શન કરી રહ્યા હતાં. અમે BNSની કલમ 109 (હત્યાનો પ્રયાસ), 115 (સ્વેચ્છાએ હાનિ પહોંચાડવી) , 117 (સ્વેચ્છાએ ગંભીર ઈજા પહોંચાડવી), 125 (બેદરકારીભર્યા કૃત્યથી અન્યની વ્યક્તિગત સલામતી કે જીવનને નુકસાન પહોંચાડવું) , 131 (હુમલો) અને 351 (ગુનાહિત ધાકધમકી) હેઠળ ફરિયાદ નોંધાવી છે. ભાજપની ફરિયાદના આધારે દિલ્હી પોલીસે એફઆઈઆર નોંધી છે.


કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પર સંસદ પરિસરમાં મારામારીના સંબંધમાં કેસ નોંધાયાના એક દિવસ પછી, પોલીસ શુક્રવારે બે ઘાયલ સાંસદોના નિવેદનો રેકોર્ડ કરે તેવી શક્યતા છે અને વિપક્ષના નેતાને પૂછપરછ માટે બોલાવી શકે છે. તેઓએ કહ્યું કે, દિલ્હી પોલીસ સંસદ સચિવાલયને પણ પત્ર લખે તેવી શક્યતા છે, જ્યાં કથિત ઘટના બની હતી તે વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવવાની માંગ કરી હતી. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ આ કેસને સ્થાનિક પોલીસમાંથી ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવાનું પણ વિચારી શકે છે.


કોંગ્રેસે પણ સંસદ પરિસરમાં પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુ ખડગે સાથે અભદ્રતાનો આરોપ લગાવતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. કોંગ્રેસ સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું, 'કાલે જે પ્રકારે એક દલિત નેતાનું અપમાન કરવામાં આવ્યું અને આજે ધક્કો મારવામાં આવ્યો, આ બધું જ એક ષડયંત્ર છે.' કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીની બહેન અને વાયનાડથી સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું કે, ભાજપ નેતાની એફઆઈઆર ખોટી છે. 
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે આરોપ લગાવ્યો કે, 'દિલ્હી પોલીસ એ જ કરશે, જે ગૃહ મંત્રી તેમને કહેશે. તમામે ડૉ. આંબેડકરની માફી માંગવાની વાત કરી હતી, પરંતુ આ ઘટનાને ભટકાવવા માટે આ તમામ યોજના ઘડવામાં આવી છે. આ એફઆઈઆર રાહુલ ગાંધીની સામે નહીં, ડૉ. આંબેડકરની સામે છે.'