Breaking News :
H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ! સીધી હાથકડીની ચેતવણી આપી રહ્યું છે અમેરિકા, ભારતીયોમાં ફફડાટ ખુલતાની સાથે શેરબજારમાં ભારે કડાકો, સેન્સેક્સ 1000 અને નિફ્ટી 300થી વધુ તૂટ્યા, રોકાણકારોના 6 લાખ કરોડ સ્વાહા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના નિર્ણય રદ કરવાની અરજી, ફોર્મ-6 અને ECINet ડેટાની ફોરેન્સિક તપાસની માંગ કરાઈ ઉત્તરાખંડમાં ભારે વરસાદથી ચારધામ યાત્રાને અસર, 15 હજાર યાત્રિકો અટવાયા; કેદારનાથથી 1200 શ્રદ્ધાળુઓનું રેસ્ક્યૂ ઉજ્જૈનમાં શાહી મસ્જિદનો હિસ્સો હટાવતાં પથ્થરમારો, પોલીસે ટિયર ગેસ છોડ્યો, રેપિડ એક્શન ફોર્સ તૈનાત 28થી 30 સપ્ટેમ્બરની બેન્ક હડતાળ રદ, યુનિયનો-એસોસિએશન વચ્ચે સમજૂતીથી બેન્કો રાબેતા મુજબ ચાલુ રહેશે

ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં RSSનો કાર્યક્રમ યોજાશે, ગાંધીવાદીઓએ નોંધાવ્યો વિરોધ

December 20, 2024

અમદાવાદ : અમદાવાદ શહેરમાં આવેલી ગુજરાત વિદ્યાપીઠ વિવાદમાં આવી છે. કારણ કે, આગામી 22મી ડિસેમ્બર 2024ના રોજ મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં પ્રથમવાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)નો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. જે મામલે ગાંધીવાદીઓ દ્વારા નારાજગી અને વિરોધ વ્યક્ત કરાયો છે. જણાવી દઈએ કે, આ કાર્યક્રમ RSSની શતાબ્દી ઉજવણીનો એક ભાગ છે જેના માટે આમંત્રણો મોકલવામાં આવ્યા છે. આમંત્રણનું સરનામું ગુજરાત વિદ્યાપીઠ, કર્ણાવતી છે. RSS સંગઠન અમદાવાદ માટે કર્ણાવતીનો ઉપયોગ કરે છે.


નારણપુરા ઝોનમાં આવતા 6 વિસ્તારોમાં રહેતા અને શૈક્ષણિક, સાંસ્કૃતિક, સામાજિક, સેવા, આર્થિક અને વૈચારિક ક્ષેત્રો સાથે સંકળાયેલા લોકોનું રજિસ્ટ્રેશન કરાયું છે.  જેમાં IAS, IPS, ડૉક્ટર, પ્રોફેસર, વેપારી, ઉદ્યોગપતિઓ, ફિલ્મ કલાકાર સહિત 450થી વધુ લોકો હાજરી આપશે. જ્યારે કાર્યક્રમની વ્યવસ્થાની કામગીરીમાં સંઘના સ્વયંસેવકો હાજર રહેશે.

મહાત્મા ગાંધીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં સંઘના કાર્યક્રમને લઈને ગાંધીવાદીઓ તેમજ વિદ્યાપીઠના પૂર્વ કુલપતિઓ દ્વારા નારાજગી અને વિરોધ વ્યક્ત કરાયો છે. ગાંધીવાદીઓના અનુસાર, RSS અને ગાંધીજીની વિચારધારા હંમેશા અલગ રહી છે. ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક સુદર્શન આયંગરે આ કાર્યક્રમ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે, 'ગુજરાત વિદ્યાપીઠમાં RSSનો કાર્યક્રમ યોજાવાનો છે. તેના મુદ્દા સારા જ હશે. પરંતુ ગાંધીજીની સંસ્થામાં આ કાર્યક્રમ યોજવામાં આવે તે અયોગ્ય અને વિવેકહીન છે. RSS હિન્દુ રાષ્ટ્રની કલ્પના કરે છે અને ગાંધીની વિચારધારા સર્વ ધર્મ સમભાવની છે. ત્યારે RSS અને ગાંધીજીની વિચારધારા સાથે મેળ નથી. બંને વચ્ચે તાત્વિક ભેદ છે. તેથી ગુજરાત વિદ્યાપીઠમાં સત્તાના જોરે RSSનો કાર્યક્રમ અયોગ્ય અને વિવેકહીન છે. આવી સંસ્થામાં RSSનો કાર્યક્રમ ન થવો જોઈએ.'
સુદર્શન આયંગરે જણાવ્યું કે, 'ગુજરાત વિદ્યાપીઠમાં કાર્યક્રમ યોજવા પાછળ બે જ કારણ હોઈ શકે. એક તો એ કે RSS હવે ગાંધીજીના વિચારોથી પ્રભાવિત થયું છે. જો તેવું હોય તો તેણે પહેલાં પોતાના પ્રાંગણમાં જ ગાંધીજીની વિચારધારા પર વર્કશોપ કરવો જોઇએ.