રશિયાએ એક જ રાતમાં 479થી વધુ ડ્રોન હુમલા કરી યુક્રેનમાં મચાવી તબાહી
June 10, 2025
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ વધુ વિનાશકારી બન્યું છે. યુક્રેનના ડ્રોન હુમલાનો જવાબ આપવા રશિયાએ પણ મોટું ઓપરેશન હાથ ધર્યું અને એક જ રાતમાં 479 ડ્રોન હુમલા કરી તબાહી મચાવી. કહેવાય છે કે અત્યાર સુધી યુક્રેન અને રશિયા વચ્ચેનો યુદ્ધમાં આ સૌથી મોટો ડ્રોન હુમલો છે. થોડા સમય પહેલા યુદ્ધ વિરામની સંભાવનાને લઈને રશિયા અને યુક્રેન વચ્ચે વાતચીતનો દોર થયો હતો.
જો કે શાંતિ વાટાઘાટોની બેઠકમાં પુતિનની ગેરહાજરીના કારણે સફળતા ના મળી અને યુદ્ધ ચાલુ રહેશે તેવો સંકેત મળ્યો હતો. દરમિયાન સોમવારના રોજ યુક્રેન અને રશિયાએ યુદ્ધ કેદીઓના બીજા જૂથની અદલાબદલી કરી હતી. યુક્રેને 1 જૂનના રોજ રશિયા પર ઓપરેશન સ્પાઈડરવેબ લોન્ચ કર્યું હતું. આ હુમલામાં યુક્રેને રશિયા પર 100 થી વધુ ડ્રોન છોડ્યા હતા. યુક્રેનનો રશિયા પર આ સૌથી મોટો ડ્રોન હુમલો હતો. આ હુમલામાં યુક્રેને રશિયાના પરમાણુ-સક્ષમ લાંબા અંતરના બોમ્બરોને નિશાન બનાવતા રશિયાને મોટું નુકસાન થયું હતું.
અને તાજેતરમાં રશિયાએ આ ઓપરેશનનો બદલો લેવા યુક્રેન પર લગભગ 479 ડ્રોન અને વિવિધ પ્રકારના 20 મિસાઇલ હુમલા કર્યા. રશિયાએ યુક્રેન પર ડ્રોન હુમલા કર્યા તેમાં ઓડેસાના દક્ષિણ બંદરમાં પ્રસૂતિ વોર્ડને નુકસાન પહોંચ્યું. આ ડ્રોન હુમલામાં રશિયાએ કિવમાં ડ્રોન વેરહાઉસને નિશાન બનાવ્યું. રશિયાના આ ડ્રોન હુમલામાં એક યુક્રેનિયન વ્યક્તિ ઘાયલ થયો હોવાની યુક્રેન અધિકારીએ પુષ્ટિ કરી હતી.
Related Articles
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર્યો તો $25 દંડ
OCI નિયમો બદલાયા, પાસપોર્ટ અપડેટ નહીં કર...
Apr 30, 2026
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા, મજાક ઉડાવતાં કહ્યું - અમારા નવા હથિયારથી હાર્ટએટેક આવી જશે!
ઈરાને અમેરિકા-ઈઝરાયલના ધબકારાં વધાર્યા,...
Apr 30, 2026
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકાથી ઝોહરાન મમદાણીએ ઊઠાવ્યો અવાજ
ભારતનો કોહિનૂર હીરો પાછો આપો...' અમેરિકા...
Apr 30, 2026
અમેરિકાનો વિરોધ નિષ્ફળ! UNમાં ઈરાનને મળી મોટી જવાબદારી, પરમાણુ મુદ્દે જામ્યું વાકયુદ્ધ
અમેરિકાનો વિરોધ નિષ્ફળ! UNમાં ઈરાનને મળી...
Apr 28, 2026
ઈરાન યુદ્ધ અંગે ટ્રમ્પ આરપારના મૂડમાં, 24 કલાકમાં લીધા 4 મોટા નિર્ણય, ચોતરફી ઘેરવાની તૈયારી
ઈરાન યુદ્ધ અંગે ટ્રમ્પ આરપારના મૂડમાં, 2...
Apr 24, 2026
શત્રુઓ ભાંગી પડ્યા છે...', યુદ્ધ વચ્ચે અમેરિકા-ઈઝરાયલને મોજતબા ખામેનેઈની નવી ચેતવણી
શત્રુઓ ભાંગી પડ્યા છે...', યુદ્ધ વચ્ચે અ...
Apr 24, 2026
Trending NEWS
29 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026
29 April, 2026
28 April, 2026
28 April, 2026
28 April, 2026
28 April, 2026