હિંસાના કારણે કાંગોમાં પરિસ્થિતિ ગંભીર, 1.36 લાખથી વધુ લોકો અન્ય દેશોમાં શરણ લેવા મજબૂર: યુનિસેફ

June 24, 2025

યુનાઈટેડ નેશન્સ ઈન્ટરનેશનલ ચિલ્ડ્રન ફંડ (યુનિસેફ)એ જણાવ્યું છે કે, પૂર્વી કાંગોમાં વધતી હિંસાને કારણે આ વર્ષે જાન્યુઆરીથી 1.36 લાખથી વધુ લોકો પાડોસી દેશ બુરુન્ડી અને યુગાન્ડામાં શરણ લેવા માટે મજબૂર બન્યા છે.  યુનિસેફના જણાવ્યા પ્રમાણે યુગાન્ડાએ પૂર્વી કાંગોમાંથી આવેલા લગભગ 67,000 શરણાર્થીઓને શરણ આપી છે. બીજી તરફ બુરુન્ડીમાં 70,000થી વધુ લોકો જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો શરણ લઈ ચૂક્યા છે. યુનિસેફે આ માનવતાવાદી સંકટને વિશ્વની સૌથી ગંભીર પરિસ્થિતિઓમાંની એક ગણાવી છે. યુનિસેફના રિપોર્ટ પ્રમાણે શરણાર્થીઓને ખોરાક, સ્વચ્છ પાણી, તબીબી સંભાળ અને સુરક્ષાની સખત જરૂર છે. યુગાન્ડા અને બુરુન્ડીમાં ટ્રાન્જિટ સેન્ટર પહેલેથી જ ભરાયેલા છે અને હવે વધારાના દબાણને સંભાળવામાં અસમર્થ છે.  યુનિસેફે રાહત કામગીરીને ઝડપી બનાવવા માટે 2.2 મિલિયન યુએસ ડોલર (લગભગ 183 કરોડ રૂપિયા)ની તાત્કાલિક સહાયની અપીલ કરી છે. એજન્સીએ ચેતવણી આપી છે કે જો આ નાણાં ટૂંક સમયમાં નહીં મળે તો આવશ્યક સેવાઓ ખોરવાઈ જશે અને લાખો લોકોના જીવન જોખમમાં મુકાઈ શકે છે. પૂર્વી કાંગોમાં જાન્યુઆરીથી પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી છે, જ્યારથી M23 બળવાખોર જૂથ ફરીથી એક્ટિલ થયું. આ જૂથે ગોમા અને બુકાવુ જેવા વ્યૂહાત્મક શહેરો પર કબજો કર્યો, જેના કારણે લાખો લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે.