સુનિતા વિલિયમ્સ બુધવારે વહેલી સવારે પૃથ્વી પર લેન્ડ થશે
March 17, 2025
અવકાશમાં ફસાયેલાં સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને પરત લાવવાની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. છેલ્લા 9 મહિનાથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં ફસાયેલાં બંને અવકાશયાત્રીને 19 માર્ચે સફળતાપૂર્વક પૃથ્વી પર પાછાં લાવવામાં આવશે. નાસાએ બંનેના વાપસીને લઈને મોટું અપડેટ જણાવ્યું છે.
નાસાએ રવિવારે સાંજે જણાવ્યું હતું કે આ અવકાશયાત્રીઓના પરત ફરવાનો સમય મંગળવારે સાંજે 5:57 વાગ્યે (ભારતીય સમય મુજબ 19 માર્ચે મોડીરાતે 3:30 વાગ્યે) ફ્લોરિડાના સમુદ્રમાં ઊતરશે. વિલ્મોર અને વિલિયમ્સ જૂન 2023થી ISS પર છે. તેઓ બોઇંગ સ્ટારલાઇનર અવકાશયાનની પ્રથમ માનવયુક્ત પરીક્ષણ ઉડાન પર ગયાં હતાં, પરંતુ ટેક્નિકલ ખામીને કારણે અવકાશયાન સુરક્ષિત રીતે પરત ફરી શક્યું નહિ.
NASAએ કહ્યું હતું કે તે સ્પેસએક્સ ક્રૂ-9ના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પૃથ્વી પર પરત ફરવાનું LIVE પ્રસારણ કરશે. આ ટેલિકાસ્ટ 17 માર્ચે રાત્રે 10:45 વાગ્યે (યુએસ સમય મુજબ) શરૂ થશે. ભારતમાં આ સમય લગભગ 18 માર્ચે સવારે 8:30 વાગ્યા હશે.
નાસાએ રવિવારે સાંજે એક નિવેદનમાં કહ્યું હતું કે બંને અવકાશયાત્રી 18 માર્ચ (મંગળવાર)ના રોજ પૃથ્વી પર પાછાં ફરશે. નાસાને બંને અવકાશયાત્રીને ફ્લોરિડાના દરિયાકિનારે લેન્ડિંગ કરવાની અપેક્ષા છે, સાથે જ નાસા પણ પરત ફરવાનું લાઇવ કવરેજ ટેલિકાસ્ટ કરવા જઈ રહ્યું છે. લાઇવ કવરેજ શરૂઆત ડ્રેગન સ્પેસક્રાફ્ટના હેચને બંધ કરવાની તૈયારી સાથે જ થશે. નાસાના અવકાશયાત્રી નિક હેગ અને રોસ્કોસ્મોસ (રશિયા) અવકાશયાત્રી એલેક્સાંદ્ર ગોર્બુનોવ પણ ડ્રેગન કેપ્સ્યૂલમાં પરત ફરશે.
જણાવીએ કે શુક્રવારે (14 માર્ચ) SpaceX એ Crew-10 મિશન લોન્ચ કર્યું હતું. ફાલ્કન-9 રોકેટથી ક્રૂ ડ્રેગાંવ કેપ્સ્યુલ લોન્ચ કરવામાં આવી હતી. નાસાના કોમર્શિયલ ક્રૂ પ્રોગ્રામ હેઠળ ISS માટે આ અગિયારમી ક્રૂ ફ્લાઇટ છે.
નોંધનીય છે કે સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોર માર્ચના એન્ડિંગ સુધીમાં પૃથ્વી પર પાછાં ફરવાનાં હતાં, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇલોન મસ્કને તેમને વહેલી તકે પૃથ્વી પર પાછાં લાવવાની વિનંતી બાદ આ મિશન ઝડપી કરવામાં આવ્યું હતું.
સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મર ગયા વર્ષે 5 જૂને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગયાં હતાં. તેઓ માત્ર એક અઠવાડિયા પછી પૃથ્વી પર પાછાં ફરવાનાં હતાં, પરંતુ બોઇંગ સ્ટારલાઇનર ખામીના કારણે બંને ત્યાં જ ફસાઈ ગયાં. બંને 9 મહિનાથી વધુ સમયથી ત્યાં અટવાયેલાં છે.
અવકાશમાં રહેતાં સુનિતા વિલિયમ્સે ઘણા મહત્ત્વપૂર્ણ રિસર્ચ પ્રયોગો કર્યા. તેમણે રિસર્ચમાં 900 કલાકથી વધુ સમય પસાર કર્યો. તેમના મિશન દરમિયાન તેમણે બોઇંગ સ્ટારલાઇનરને ચલાવવાનું કામ પણ કર્યું, જેને બનાવવામાં તેમણે જ મદદ કરી હતી અને એના માટે નાસાને 4.2 બિલિયન ડોલરનો ખર્ચ થયો હતો. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં તેમણે મહત્ત્વપૂર્ણ રિસર્ચ પ્રયોગો કરીને ઘણી બાબતોમાં બદલાવ કર્યો છે.
Related Articles
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026