શ્રેયસ તલપડેને સુપ્રીમ કોર્ટે આપી રાહત: કરોડોની છેતરપિંડીના કેસમાં ધરપકડ પર સ્ટે
July 22, 2025
વાસ્તવમાં એક સોસાયટીએ શ્રેયસ તલપડે અને આલોક નાથને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કરીને ચિટ ફંડ યોજના શરૂ કરી હતી. જેના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે 6 વર્ષમાં રકમ બમણી કરવાની લાલચ આપીને 45 લોકો પાસેથી 9.12 કરોડ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. સંચાલકોએ એજન્ટ તરીકે જોડાયેલા લોકોને મેનેજરનું પદ આપીને અન્ય લોકોને જોડાવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. કરોડો રૂપિયાની ઉચાપત કર્યા પછી નવેમ્બરમાં સોસાયટીની ઓફિસો અચાનક બંધ થવા લાગી. ત્યારબાદ પીડિતોએ અલગ-અલગ જગ્યાએ FIR નોંધાવી. પરંતુ કંઈ થયું નહીં. મુશ્કેલીમાં મુકાયેલા રોકાણકારોએ કોર્ટમાં અરજી દાખલ કરી. ત્યારબાદ લખનઉના ગોમતીનગર વિસ્તાર પોલીસ સ્ટેશનમાં ફિલ્મ અભિનેતા અને સંચાલક સહિત 7 લોકો વિરુદ્ધ રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, હ્યુમન વેલ્ફેર ક્રેડિટ એન્ડ થ્રીફ્ટ કો-ઓપરેટિવ સોસાયટી લિમિટેડના નાણાકીય છેતરપિંડીના અનેક કેસોમાં નામ આવ્યા બાદ શ્રેયસે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. એક્ટરે તમામ FIRને એકસાથે જોડવાની અને તપાસ લખનઉ ટ્રાન્સફર કરવાની માગ કરી હતી.
Related Articles
72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: કાર્તિક આર્યન બેસ્ટ એક્ટર, યામી ગૌતમ બેસ્ટ એક્ટ્રેસ અને અનંત નાગને દાદાસાહેબ ફાળકે એવોર્ડ
72મો નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: કાર્તિક આર્યન...
Sep 22, 2026
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિક બનશે
ભાગેડુ કૌભાંડી લલિત મોદીની પણ હવે બાયોપિ...
Sep 19, 2026
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન્ડર્ડ!: કરિશ્મા કપૂર
મારા દાદી-નાની તો મારા માટે બ્યુટી સ્ટાન...
Sep 15, 2026
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બદલે ગુજરાતના એકતાનગર ખાતે યોજાય તેવી પ્રબળ શક્યતા
72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર દિલ્હીના બ...
Sep 08, 2026
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી નાખી...', પંજાબની ઈન્ફ્લુએન્સરના મોત બાદ માતાનો ગંભીર આરોપ
'ગર્ભપાતનું દબાણ કર્યા બાદ જીવતી બાળી ના...
Aug 30, 2026
દીપિકાએ સ્પિરિટના નફામાં 10 ટકા માગ્યા, સ્ટોરી લીક કરી હતી
દીપિકાએ સ્પિરિટના નફામાં 10 ટકા માગ્યા,...
Aug 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026