પત્નીને કહેજો હું તેને પ્રેમ કરું છું..., રસ્તા પર વિમાનનું ક્રેશ લેન્ડિંગ, 3 કારને ઉડાવી છતાં કુદરતનો ચમત્કાર!
February 10, 2026
અમેરિકાના જ્યોર્જિયામાં એક મોટી વિમાની દુર્ઘટના ટળી છે, જ્યાં એન્જિનમાં ખામી સર્જાવાને કારણે એક નાના વિમાનને ધમધમતા હાઈવે પર ઈમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. અમેરિકાના નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ(NTSB) અનુસાર, સિંગલ એન્જિન ધરાવતા આ હોકર બીચક્રાફ્ટ વિમાને ગેન્સવિલે એરપોર્ટથી ઉડાન ભરી હતી, પરંતુ થોડી જ વારમાં એન્જિન ફેલ થઈ જતાં પાયલટે મદદ માટે 'મે ડે' કોલ કર્યો હતો.
NTSBએ જણાવ્યું કે, 'ટેક-ઓફ કર્યાના થોડા જ સમયમાં પાયલટને એન્જિનમાં ખામી હોવાનો અહેસાસ થયો હતો, જેથી તેણે વિમાનને પાછું ગેન્સવિલે તરફ વાળીને ત્યાં જ ઉતારવાનો નિર્ણય કર્યો હતો.' વિમાન સુરક્ષિત રીતે ઉતરી શકશે નહીં તેવી આશંકા વચ્ચે પાયલટે એર ટ્રાફિક કંટ્રોલને સંદેશ આપ્યો હતો કે, 'મારી પત્ની અને માતા-પિતાને કહેજો કે હું તેમને ખૂબ પ્રેમ કરું છું.' બપોરે આશરે 12:10 વાગ્યે થયેલા આ લેન્ડિંગ દરમિયાન પ્લેન રસ્તા પર જતી ત્રણ ગાડીઓ સાથે અથડાયું હતું અને વિમાનની પાંખ એક એસયુવીના પાછળના ભાગમાં ઘૂસી ગઈ હતી.
સોશિયલ મીડિયા પર આ ઘટનાનો ભયાનક વીડિયો વાઇરલ થયો છે, જેમાં પ્લેન ટ્રાફિક વચ્ચે ફંગોળાતું જોઈ શકાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને માત્ર કેટલાક લોકોને નજીવી ઈજાઓ પહોંચી છે. હાલ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન(FAA) આ સમગ્ર મામલે તપાસ કરી રહ્યું છે.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026