અમેરિકામાં 6 દિવસથી ગુમ ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો, પરિવાર પર આભ તૂટી પડ્યું
February 15, 2026
વોશિંગ્ટન : અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓ પર આફત ઉતરી હોય તેમ વધુ એક હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. કેલિફોર્નિયાની પ્રતિષ્ઠિત બર્કલે યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 22 વર્ષીય ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયાનો મૃતદેહ મળી આવ્યો છે. સાકેત છેલ્લા 6 દિવસથી ગુમ હતો અને અમેરિકન પોલીસ તેની શોધખોળ કરી રહી હતી.
કર્ણાટકનો વતની 22 વર્ષીય સાકેત શ્રીનિવાસૈયા કેલિફોર્નિયા યુનિવર્સિટી, બર્કલે ખાતે 'કેમિકલ અને બાયોમોલેક્યુલર એન્જિનિયરિંગ'નો અભ્યાસ કરી રહ્યો હતો. તે 9 ફેબ્રુઆરીથી રહસ્યમય રીતે લાપતા થયો હતો. તેને છેલ્લે બર્કલે હિલ્સ વિસ્તારમાં આવેલી 'લેક અંજા' પાસે જોવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન તેના પાડોશીના ઘરના દરવાજા પાસેથી તેનો લેપટોપ અને બેગ મળી આવ્યા હતા, જેના કારણે તેની સુરક્ષાને લઈને આશંકાઓ ઘેરી બની હતી. ભારતીય કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર આ દુખદ સમાચારની પુષ્ટિ કરતા લખ્યું કે, "અમે અત્યંત ખેદ સાથે જણાવીએ છીએ કે સ્થાનિક પોલીસે લાપતા ભારતીય વિદ્યાર્થી સાકેત શ્રીનિવાસૈયાનો મૃતદેહ મળી આવ્યાની પુષ્ટિ કરી છે. આ કપરા સમયે અમે તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ." દૂતાવાસે ખાતરી આપી છે કે સાકેતના પાર્થિવ દેહને વહેલી તકે ભારત લાવવા માટે તમામ કાયદાકીય કાર્યવાહીમાં પરિવારને મદદ કરવામાં આવશે.
સાકેત એક અત્યંત તેજસ્વી વિદ્યાર્થી હતો. તેણે ભારતની પ્રતિષ્ઠિત IIT મદ્રાસમાંથી અભ્યાસ પૂર્ણ કર્યો હતો અને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગયો હતો. સાકેત તે છ લોકોમાં સામેલ હતો જેમણે 'હાયપરલૂપ' માટે માઈક્રોચેનલ કુલિંગ સિસ્ટમની પદ્ધતિ વિકસાવી હતી અને તેની પેટન્ટ મેળવી હતી. 6 ફૂટ 1 ઇંચની લંબાઈ ધરાવતા સાકેતે અગાઉ બેંગલુરુના શ્રી વાણી એજ્યુકેશન સેન્ટરમાંથી પોતાનું પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું.
Related Articles
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્સ’ શબ્દનો ઉપયોગ કરાશે, ટ્રમ્પે આપ્યો આદેશ
અમેરિકામાં હવે AI નહીં, ‘સુપર ઇન્ટેલિજન્...
Sep 30, 2026
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકોન વેલીમાં મહિલાઓ પર બળાત્કાર, 100થી વધુ યૌન શોષણકર્તાઓની ગુપ્ત યાદી વાયરલ
ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટનો દાવો: સિલિકો...
Sep 30, 2026
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ ટેરિફ પરત ખેંચવા સંમત
ટ્રમ્પ જિનપિંગ સામે ઝૂક્યા : રેસિપ્રોકલ...
Sep 29, 2026
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખતરો!
માણસ વગર જાતે કામ કરતો AI એજન્ટ બન્યો ખત...
Sep 29, 2026
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
Trending NEWS
30 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026
29 September, 2026