મૂંઝાયેલા ટ્રમ્પ બરાબરના ફસાયા, સમર્થકોમાં પણ ગુસ્સો, પાછીપાની કરવી પડી
June 20, 2025
વિશ્વભરને એવું લાગી રહ્યું હતું કે, ઇઝરાયલ-ઈરાનના યુદ્ધમાં અમેરિકા સામેલ થશે અને ઈરાનમાં ભયાનક ખુવારી સર્જાશે. જોકે હવે ટ્રમ્પે પાછીપાની કરતાં અને ઈરાનને બે અઠવાડિયાનો સમય આપતાં એવા સવાલો ઊભા થઈ રહ્યા છે કે, શું અમેરિકા મધ્ય-પૂર્વમાં નબળું પડી રહ્યું છે. ટ્રમ્પની નિવેદનબાજી હંમેશા વિરોધાભાસ રહી છે. અગાઉ ટ્રમ્પ ઈરાન સાથે રાજદ્વારી સમાધાન કરવાની તરફેણમાં હતા, જોકે હવે તેમણે પરિસ્થિતિ બદલી નાખી છે.
ન્યુયોર્ક ટાઇમ્સના રિપોર્ટ મુજબ, ટ્રમ્પે દાવો કર્યો છે કે, તેણે ઈરાનને પરમાણુ સમજૂતી માટે 60 દિવસનો સમય આપ્યો હતો, જે 13 જૂને સમાપ્ત થયો છે. ત્યારબાદ ઇઝરાયલ ઈરાન પર ભયાનક હુમલા કરી રહ્યુ છે. પછી ટ્રમ્પે એવું કહ્યું હતું કે, તેઓ હુમલાની યોજના જાણતા હતા. એકતરફ તેઓ ઈરાન સાથે વાતચીત કરી રહ્યા છે, સમાધાન કરવાની હિમાયત કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ તેઓ ઈરાન વિરુદ્ધની સૈન્ય કાર્યવાહીનું પણ સમર્થન કરી રહ્યા છે. આમ ટ્રમ્પ મૂંઝવણમાં મૂકાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. ટ્રમ્પે પોતાના નિવેદનોને જ જટિલ બનાવી દીધા છે. ઇઝરાયલને સમર્થન આપવા મામલે ટ્રમ્પના ‘મેક અમેરિકા ગ્રેટ અમેરિકા’ અભિયાનમાં જોડાયેલા લોકો વિભાજીત છે. અલ જજીરાએ 14 જૂને લખ્યું છે કે, ‘ટ્રમ્પના સમર્થકો માર્જોરી ટ્રેલર ગ્રીન અને ચાર્જી કર્ક યુદ્ધની વિરુદ્ધમાં છે. ટ્રમ્પનો કોઈપણ સમર્થક ઇચ્છતો નથી કે, અમેરિકા યુદ્ધમાં ફસાય, કારણ કે આ નીતિ ‘અમેરિકા ફર્સ્ટ’ સિદ્ધાંતોથી વિરુદ્ધ છે, તેથી આ બાબત ટ્રમ્પ પર આંતરિક દબાણ થયું હોવાનું દર્શાવી રહી છે. તેમણે ઈરાન પર હુમલો કરવાની યોજનામાં પાછીપાની કર્યા બાદ એવું લાગી રહ્યું છે કે, તેઓ પોતાના સમર્થકોને નારાજ કરવા માંગતા નથી. બીજી તરફ કોંગ્રેસ અને વૈશ્વિક સમુદાયના દબાણને કારણે પણ ટ્રમ્પ મૂંઝવણમાં મૂકાયા હોઈ શકે છે.
Related Articles
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026