દુનિયાના ટોપ-10 રહેવા લાયક શહેરોની યાદી જાહેર, જેમાં ભારત કે અમેરિકાનું એક પણ નહીં
June 18, 2025
આખી દુનિયા ફરવા નીકળ્યા હોય પણ ઘરે પહોંચ્યા બાદ જેવો હાશકારો અને સુરક્ષા અનુભવાય છે, તેવો અનુભવ ભાગ્યે જ ક્યાંક થતો હશે. આજના સ્પર્ધાત્મક યુગમાં ઘરની સાથે સાથે કેવા શહેરમાં રહો છો, તે પણ મહત્ત્વનું છે. હાલમાં જ ધ ઈકોનોમિસ્ટ ઈન્ટેલિજન્સ યુનિટ (EIU) દ્વારા જારી 2025 ગ્લોબલ લિવેબલિટી ઈન્ડેક્સમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ ઈન્ડેક્સમાં આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ, અને સુરક્ષાના માપદંડો સાથે રહેવા લાયક ઉત્કૃષ્ટ શહેરોની યાદીમાં ભારતનું સ્થાન ટોપ-10માં પણ નથી. ભારત તો છોડો અમેરિકાના પણ એકપણ શહેરનું નામ ટોપ-10માં નથી. EIUના રિપોર્ટ અનુસાર, રહેલા લાયક ઉત્કૃષ્ટ શહેરોની ટોપ-10 યાદીમાં અમેરિકા કે ભારતનું એકપણ શહેર સામેલ નથી. જ્યારે ઓસ્ટ્રેલિયા અને સ્વિટ્ઝરલેન્ડના અનેક શહેરો ટોપ-10 યાદીમાં સામેલ થયાૌ1 છે. જ્યાં શહેરી જીવનધોરણની ગુણવત્તામાં સુધારો નોંધાયો છે. વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકા અને ઝડપથી ઉભરી રહેલા ભારતીય અર્થતંત્રમાં એકપણ શહેર આરોગ્ય, શિક્ષણ, સંસ્કૃતિ અને સુરક્ષાના ધોરણે રહેવા લાયક ટોચના શહેરોમાં સ્થાન ધરાવતા નથી. ધ ઇકોનોમિસ્ટ મુજબ, યાદીમાં ટોચ પર ડેનમાર્કની રાજધાની કોપનહેગન છે, જેણે બે વર્ષ બાદ વિયેનાને પાછળ પાડી અવ્વલ સ્થાન લીધું છે. વિયેનાએ લાંબા સમયથી આ યાદીમાં પોતાનું જાળવી રાખેલુ સ્થાન તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાના કારણે ગુમાવ્યું છે. હાલમાં જ વિયેનામાં ટેલર સ્વિફ્ટના કોન્સર્ટમાં સહિત અન્ય સ્થળો પર આતંકવાદી હુમલા થયા હતાં. જો કે, આ હુમલા નિષ્ફળ રહ્યા હતાં. જેથી વિયેનાનો સ્ટેબિલિટી સ્કોર ઘટ્યો હતો. વિયેના હવે બીજા ક્રમે છે. જ્યારે સ્વિટ્ઝરલેન્ડનું ઝુરિચ ત્રીજા સ્થાને છે. મેલબર્ન, જિનિવા, સીડની ચોથા-પાંચમા-છઠ્ઠા ક્રમે છે. આ યાદીમાં ઉચ્ચ સ્થિરતા, કાર્યક્ષમ માળખાગત સુવિધાઓ ધરાવતા નાના અને સુવ્યવસ્થિત શહેરો આગળ વધી રહ્યા છે.
ટોચના રહેવા લાયક સુરક્ષિત શહેરો
1. કોપનહેગન, ડેનમાર્ક
2. વિયેના, ઑસ્ટ્રિયા
3. ઝુરિચ, સ્વિટ્ઝર્લૅન્ડ
4. મેલબર્ન, ઑસ્ટ્રેલિયા
5. જિનિવા, સ્વિટ્ઝર્લૅન્ડ
6. સિડની, ઑસ્ટ્રેલિયા
7. ઓસાકા, જાપાન
8. ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ
9. એડિલેડ, ઑસ્ટ્રેલિયા
10. વેનકુવર, કેનેડા
Related Articles
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026