અભિનેત્રીએ 119ના મૃત્યુ પર દુ:ખ વ્યક્ત કરતા ટ્રમ્પે નાગરિકતા રદ કરવાની ધમકી આપી
July 13, 2025
ટેક્સાસ : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે (12મી જુલાઈ) ટોક શો હોસ્ટ અને અભિનેત્રી રોઝી ઓ'ડોનેલને અમેરિકન નાગરિકતા છીનવી લેવાની ધમકી આપી હતી. કારણ કે, તેમણે ચોથી જુલાઈના રોજ ટેક્સાસમાં આવેલા વિનાશક પૂરમાં 119 લોકોના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત તેમણે ટ્રમ્પ સરકારની નીતિઓની નિંદા કરી હતી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું, 'રોઝી ઓ'ડોનેલ અમારા દેશના (અમેરિકા) હિતમાં નથી, તેથી હું તેમની નાગરિકતા રદ કરવાનું વિચારી રહ્યો છું. તે માનવતા માટે ખતરો છે અને જો આયર્લેન્ડ તેમને રાખવા માંગે છે તો તેને ત્યાં રહેવા દો. ગોડ બ્લેસ અમેરિકા!'
અભિનેત્રી રોઝી ઓ'ડોનેલે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં ચોથી જુલાઈના રોજ ટેક્સાસમાં આવેલા વિનાશક પૂર પર દુઃખ વ્યક્ત કર્યું હતું. આ આપદામાં 119 લોકો મૃત્યુ નીપજ્યાં હતા. આ ઉપરાંત તેમણે પર્યાવરણની જાળવણી અને આપદા અંગેની આગાહી સંબંધિત સરકારી એજન્સીઓને ફંડમાં કાપ મુકવાને લઈને ટ્રમ્પ સરકારની નિંદા કરી હતી.
ટેક્સાસમાં જળપ્રલયને લઈને ટ્રમ્પ વહીવટીતંત્ર, રાજ્ય અને સ્થાનિક અધિકારીઓ પર હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. આ પૂર અમેરિકાના સ્વતંત્રતા દિવસની સવારે આવ્યું હતું અને તેમાં ઘણા બાળકો સહિત 120થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. જો કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ડોન શુક્રવારે (11મી જુલાઈ) ટેક્સાસની મુલાકાત લીધી હતી અને કહ્યું હતું કે, 'અમારી એજન્સીઓએ આ પરિસ્થિતિઓમાં કામ કર્યું છે.'
અમેરિકાના કાયદા અનુસાર, અમેરિકન નાગરિકની નાગરિકતા પ્રમુખ રદ કરી શકે નહીં. અભિનેત્રી રોઝી ઓ'ડોનેલનો જન્મ ન્યૂયોર્કમાં થયો હતો, જો કે વર્ષ 2025માં 12 વર્ષના પુત્ર સાથે તે આયર્લેન્ડમાં સ્થાયી થઈ હતી. તેમણે અમેરિકામાં હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
Related Articles
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ, સામાન મૂકીને ભાગ્યા મુસાફરો; ભારતથી જતી કેટલીક ફ્લાઇટો રદ
સાઉદીમાં ભીષણ હુમલો: રિયાધ ઍરપૉર્ટ બંધ,...
Oct 08, 2026
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની માગ કરી, કહ્યું- મેં 8 યુદ્ધમાં સમાધાન કરાવ્યું, હું ખોટું નથી બોલતો
ટ્રમ્પે ફરી શાંતિના નોબેલ પારિતોષિકની મા...
Oct 08, 2026
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી રહ્યા હોવાનો મસ્કનો દાવો! ભારતે કહ્યું- અમારા નિયમો એકદમ નિષ્પક્ષ
ભારતના અમુક ઉદ્યોગપતિઓ સ્ટારલિન્ક રોકી ર...
Oct 08, 2026
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન જિલિસ સાથે બ્રેકઅપ
ઈલોન મસ્કનું ભારતીય મૂળની પાર્ટનર શિવોન...
Oct 05, 2026
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ! અચાનક પાછા બોલાવ્યા તમામ સુપરસોનિક બોમ્બર્સ
યુકેમાં ગુપ્ત ઍલર્ટથી અમેરિકામાં હડકંપ!...
Oct 05, 2026
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપરેશન શરૂ કર્યું
હુથીઓ વધુ આક્રમક બનતા યમને સફાયો કરવા ઓપ...
Oct 05, 2026
Trending NEWS
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
05 October, 2026
04 October, 2026
04 October, 2026