Breaking News :
રામ મંદિર દાન ચોરી મામલે સુપ્રીમ કોર્ટે ટ્રસ્ટને ફટકારી નોટિસ, યુપી સરકારને કહ્યું - SITનો રિપોર્ટ આપો ટ્રમ્પ, નેતન્યાહૂ, મેક્રોન, મેલોની.... ઈરાની અખબારે છાપી 13 લોકોની હિટ લિસ્ટ, દુનિયાનું ટેન્શન વધ્યું કેનેડાના ટોરોન્ટોમાં લાઈવ સ્ટ્રીટ ફેસ્ટિવલ દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 2 ના મોત, 3 ગંભીર જ્ઞાનવાપી, શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને સંભલ મસ્જિદ... સુપ્રીમ કોર્ટના પ્રસ્તાવને હિન્દુ-મુસ્લિમ બંનેનો માનવા ઈનકાર! પૂણેમાં સાસવડ-જેજુરી માર્ગ પર ગોઝારો અકસ્માત: પંઢરપુર જઈ રહેલા વારકરીઓને ટ્રકે અડફેટે લેતાં 3 મહિલાઓનાં મોત અમેરિકાએ ઈરાનના 140 સૈન્ય મથકો પર બોમ્બમારો કર્યો, ઈરાને યુએસ એરબેઝ પર હુમલો કરી હોર્મુઝ જળમાર્ગ બંધ કરી દીધો

ઉત્તરાખંડ : પહાડોથી આવેલા કાટમાળમાં અનેક ઘર તણાયા, 4ના મોત, 50 ગુમ

August 05, 2025

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં વાદળ ફાટતા ભારે તબાહી સર્જાઈ છે. મંગળવારે (પાંચમી ઓગસ્ટ) ગંગોત્રી ધામ અને મુખવા નજીક આવેલા ધારાલી ગામમાં વાદળ ફાટતાંની સાથે જ ડુંગરનો કાટમાળ પૂરના રૂપમાં નીચે આવી ગયો હતો. જેના કારમે રાલી બજાર અને આસપાસના વિસ્તારમાં ભારે નુકસાન થયું છે. આ દુર્ઘટનામાં ચારના મોત અને 50 લોકો ગુમ થયાના અહેવાલ છે. હાલ સેના, પોલીસ, SDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે.

ઉત્તરકાશીના ધારાલી ગામમાં વાદળ ફાટ્યા બાદ પૂરના રૂપમાં ડુંગરમાંથી ઘણો કાટમાળ નીચે આવ્યો હતો. જેના કારણે ઘણા લોકો દટાયા હોવાની શક્યતા છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમા જોઈને ખ્યાલ આવે છે કે આ પૂર કેટલું ભયાનક હતું. આ દ્રશ્ય જોઈને લોકો ચીસો પાડવા લાગ્યા. આ વિસ્તારમાં વાદળ ફાટવાના કારણે લોકોમાં ડરનો માહોલ છે. 

વહીવટીતંત્રે તમામ લોકોને સલામત રહેવાની સલાહ આપી છે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન અધિકારી શાર્દુલ ગુસાઈને જણાવ્યું હતું કે 'બચાવ ટીમ ઘટનાસ્થળે રવાના થઈ ગઈ છે.'

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું કે 'યુદ્ધના ધોરણે મોટા પાયે બચાવ કામગીરી ચાલી રહી છે.' ભૂસ્તરશાસ્ત્રીઓના જણાવ્યાનુસાર, વાદળ ફાટવું એ એક કુદરતી પ્રક્રિયા છે, પરંતુ નદી કિનારે વાદળ ફાટવાની ઘટના ભારે તબાહી મચાવી શકે છે.