દુનિયાની ટૉપ 10 શક્તિશાળી ઍરફોર્સનું રેન્કિંગ જાહેર, ભારત ચોથા ક્રમે
January 28, 2025
13043 ઍરક્રાફ્ટ ધરાવતુ યુએસનું સૌથી શક્તિશાળી એર ક્રાફટ
ન્યૂ યોર્ક - દુનિયાના 10 સૌથી શક્તિશાળી ઍરફોર્સનું રેન્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. ગ્લોબલ ફાયર પાવર ડોટ કોમ વેબસાઇટે આ રિપોર્ટ જાહેર કર્યો છે. આ રેન્કિંગ માટે દેશો પાસે રહેલા કુલ ઍરક્રાફ્ટ, ફાઇટર જેટ, હેલિકોપ્ટર અને સપોર્ટ ઍરક્રાફ્ટને આધાર ગણવામાં આવ્યા છે. અહીં ખાસ વાત એ છે કે ઇન્ડિયન ઍરફોર્સનો ટોપ-5માં સમાવેશ કરવામાં આવ્યો છે.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, આ રેન્કિંગમાં અમેરિકન ઍરફોર્સ દુનિયાની સૌથી મજબૂત ઍરફોર્સ તરીકે ટોચના સ્થાન પર છે. કારણ કે રિપોર્ટમાં અમેરિકન ઍરફોર્સની ક્ષમતાને રશિયા, ચીન, ભારત, દક્ષિણ આફ્રિકા અને જાપાનની સંયુક્ત ઍરફોર્સ કરતાં પણ વધુ શક્તિશાળી માનવામાં આવી છે. ત્યારબાદ રશિયા અને ચીન અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે. ઇન્ડિયન ઍરફોર્સ ચોથા સ્થાને અને દક્ષિણ કોરિયા પાંચમાં સ્થાને છે, જ્યારે જાપાન ઍરફોર્સ છઠ્ઠા ક્રમે છે.
અમેરિકન ઍરફોર્સ પાસે કુલ 13043 ઍરક્રાફ્ટ છે. જેમાં 5737 હેલિકોપ્ટર, 1854 ફાઇટર જેટ અને 3722 સપોર્ટ ઍરક્રાફ્ટનો સમાવેશ થાય છે. તેનું વાર્ષિક બજેટ 800 બિલિયન અમેરિકન ડૉલર છે, જે વૈશ્વિક સૈન્ય ખર્ચના આશરે 40 ટકા જેટલું છે. રશિયાની ઍરફોર્સ અમેરિકાની ઍરફોર્સના ત્રીજા ભાગ જેટલી છે. રશિયા પાસે કુલ 4292 ઍરક્રાફ્ટ છે, જેમાં 809 ફાઇટર જેટ, 1554 હેલિકોપ્ટર અને 610 સપોર્ટ ઍરક્રાફ્ટનો સમાવેશ થાય છે. ત્રીજા સ્થાને રહેલા ચીન પાસે કુલ 3309 ઍરક્રાફ્ટ છે. જેમાં 913 હેલિકોપ્ટર, 1212 ફાઈટર જેટ ચાઇનીઝ ઍરફોર્સ પાસે છે.
કુલ 2229 ઍરક્રાફ્ટ સાથે ઇન્ડિયન ઍરફોર્સ દુનિયાની ચોથી સૌથી શક્તિશાળી ઍરફોર્સ છે. ઇન્ડિયન ઍરફોર્સ પાસે 53 ફાઇટર જેટ, 899 હેલિકોપ્ટર અને 831 સપોર્ટ ઍરક્રાફ્ટ છે. પાંચમાં સ્થાન પર દક્ષિણ કોરિયા છે જેની પાસે કુલ 1592 ઍરક્રાફ્ટ છે. જ્યારે છઠ્ઠા સ્થાન પર રહેલા જાપાનની ઍરફોર્સ પાસે કુલ 1443 ઍરક્રાફ્ટ છે.
ભારતના દુશ્મન દેશ પાકિસ્તાનની ઍરફોર્સ ઇન્ડિયન ઍરફોર્સ કરતાં ઘણું પાછળ છે. પાકિસ્તાન ફાયર પાવર રેન્કિંગમાં ભારતથી ત્રણ સ્થાન નીચે સાતમા સ્થાન પર છે. આ સિવાય પાકિસ્તાન ઍરક્રાફ્ટની સંખ્યામાં પણ ભારત કરતાં ઘણું પાછળ છે. પાકિસ્તાન પાસે કુલ 1399 ઍરક્રાફ્ટ છે. જેમાં 328 ફાઇટર જેટ, 373 હેલિકોપ્ટર અને 750 સપોર્ટ ઍરક્રાફ્ટ છે. આ પછી રેન્કિંગમાં ઈજીપ્ત છે જેની પાસે કુલ 1099 ઍરક્રાફ્ટ છે. ત્યારબાદ તૂર્કિએ 1083 અને ફ્રાંસ 976 ઍરક્રાફ્ટ સાથે રેન્કિંગમાં અનુક્રમે નવમા અને દશમા સ્થાન પર છે.
Related Articles
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ! જીવતા મતદારોને સરકારી રેકોર્ડમાં મારી નાખ્યા
ભાજપના પૂર્વ ધારાસભ્યએ SIRમાં કર્યો ખેલ!...
Oct 09, 2026
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...', કેન્દ્ર સરકારે રાજ્યોના DGPને લખ્યો પત્ર
'પોતાના રાજ્યોમાં ન થવા દો પ્રદર્શન...',...
Oct 09, 2026
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં ઈમરજન્સી જેવી સ્થિતિ'
જેન-Z આંદોલન પહેલા જ સરકાર ફફડી, દેશમાં...
Oct 09, 2026
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવાને કહ્યું- યુવાનોને કોઈ રોકી નહીં શકે
દિલ્હી કિલ્લેબંધી પર NDAમાં જ ડખો! પાસવા...
Oct 09, 2026
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પૂર્ણ : વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો
વિપક્ષના 10 નેતાઓની રાષ્ટ્રપતિ સાથે મુલા...
Oct 09, 2026
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગરોળ ભારતીય નૌકાદળમાં થશે સામેલ
દુશ્મનની સબમરીનની હવે ખેર નથી, INS માંગર...
Oct 09, 2026
Trending NEWS
09 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
08 October, 2026
07 October, 2026
07 October, 2026
07 October, 2026
06 October, 2026