યુદ્ધને કારણે 1 અબજ બેરલ ક્રૂડ ગાયબ, દુનિયામાં મોટી આર્થિક તબાહીના સંકેત
June 21, 2026
અમેરિકાના ઓઇલ હબ કુશિંગ પર વધ્યું ઓપરેશનલ દબાણ, ટ્રમ્પે આપી ભયાનક આર્થિક મહામંદીની ચેતવણી
ન્યુ યોર્ક ઃ અમેરિકા અને ઈરાન વચ્ચે આ સપ્તાહે થયેલા ઐતિહાસિક શાંતિ કરાર (MoU) બાદ ભલે વૈશ્વિક સ્તરે રાહતનો શ્વાસ લેવાયો હોય અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગણાતી હોર્મુઝની ખાડી ફરી ખોલી દેવામાં આવી હોય, પરંતુ આંતરરાષ્ટ્રીય તેલ બજાર માટે આ રાહત માત્ર ક્ષણિક સાબિત થઈ શકે છે. વાસ્તવિકતા એ છે કે ઊર્જા સંકટ હજુ ટળ્યું નથી અને વૈશ્વિક બજાર માટે ભારે મોડું થઈ ચૂક્યું છે. એનાલિટિક્સ ફર્મ 'કેપ્લર'ના તાજા રિપોર્ટ અનુસાર, પશ્ચિમ એશિયામાં છેલ્લા 4 મહિનાથી તેલ પુરવઠો સંપૂર્ણપણે ઠપ હોવાના કારણે દુનિયાભરના બજારોમાંથી 1.15 અબજ બેરલ કાચું તેલ ગાયબ થઈ ગયું છે. આ ભયંકર અછતે વૈશ્વિક તેલ બજારને એક એવા જોખમી વળાંક પર લાવીને ઊભું રાખ્યું છે જ્યાંથી પરિસ્થિતિ ગમે ત્યારે નિયંત્રણ બહાર જઈ શકે છે. હાલમાં અમેરિકાનો ઇમરજન્સી ઓઇલ રિઝર્વ છેલ્લા 43 વર્ષના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે અને દુનિયાભરના કોમર્શિયલ ગોડાઉનો ખાલી થવાની કગાર પર છે.
કાચા તેલની આ ભારે અછતને કારણે મહાશક્તિઓના માથે ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ છે. G7 શિખર સંમેલન દરમિયાન અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ સંકટની ભયાનકતા વિશે વાત કરતા ગંભીર ચેતવણી આપી હતી. રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, "જો તમે અસલી તબાહી અને અફરાતફરી જોવા માંગતા હોવ તો બસ થોડી રાહ જુઓ. આપણી પાસે રહેલો ઇમરજન્સી ઓઇલ સ્ટોક હવે માંડ આગામી 4 સપ્તાહ સુધી ચાલે તેટલો જ બચ્યો છે." તેમણે ચેતવણી આપી કે, જો હોર્મુઝ સ્ટ્રેટ ખોલવામાં સહેજ પણ મોડું થયું હોત, તો વિશ્વએ વર્ષ 1929ની ઐતિહાસિક મહામંદી કરતાં પણ વધુ ભયાનક આર્થિક તબાહી જેવી સ્થિતિ સર્જાઇ હોત. રાજદ્વારી સમજૂતીના સમાચાર વહેતા થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં યુદ્ધ દરમિયાન ચઢેલા ક્રૂડ ઓઇલના ભાવ $126.41 થી ઘટીને હાલમાં $80 પ્રતિ બેરલની નીચે આવી ગયા છે, પરંતુ નિષ્ણાતો આ ઉત્સાહને તદ્દન અસ્થાયી માની રહ્યા છે. આ તેલ સંકટની સૌથી સીધી અને ઘાતક અસર અમેરિકાના ઓક્લાહોમા સ્થિત 'કુશિંગ' ઓઇલ હબ પર જોવા મળી રહી છે, જ્યાંથી આખા દેશમાં ઇંધણ પહોંચાડતી પાઇપલાઇનો કાર્યરત છે. હાલમાં કુશિંગ તેના ઓપરેશનલ સ્ટ્રેસ લેવલ એટલે કે એવા નાજુક સ્તરે પહોંચી ગયું છે
Related Articles
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાને પણ પાછળ છોડ્યું
આતંકવાદ મામલે પાકિસ્તાન નંબર વન, સીરિયાન...
Sep 27, 2026
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સહેર નિદાલ લત્ફી સકર ઠાર મરાયો
ત્રણ વર્ષ પહેલાં મહિલાઓનું અપહરણ કરનાર સ...
Sep 27, 2026
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વારા અંધાધૂંધ ફાયરિંગ, 27 મોત
દ.આફ્રિકાના બે મોટા શહેરોમાં Ak-47 દ્વાર...
Sep 27, 2026
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ્ખલન, 10 પવર્તારોહકો ગુમ
નેપાળમાં હિમલુંગ હિમાલ બેઝ કેમ્પ પર હિમસ...
Sep 27, 2026
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની વિરુદ્ધ : પેજેશ્કિયન
અણુ બોમ્બ બનાવવો અમારી ધાર્મિક પરંપરાની...
Sep 26, 2026
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી મહિલાએ રૂ. 900 કરોડનો દાવો માંડયો
બે વર્ષ પહેલાં નોકરીમાંથી કાઢી મૂકાયેલી...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026