ચૂંટણી પંચ ભીંસમાં ઃ 31 બેઠક પર હાર મુદ્દે મમતાના આક્ષેપોનો આપ્યો જવાબ
September 27, 2026
બેઠકો પર જીત-હારનું જે અંતર હતું તેના કરતાં મતદાર યાદીમાંથી હટાવાયેલા મતોની સંખ્યા વધુ હતી
કોલકત્તા ઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ હવે મતદાર યાદી સુધારણા પ્રક્રિયા એટલે કે SIR ને લઈને સર્જાયેલો વિવાદ સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. તૃણમૂલ કોંગ્રેસનું કહેવું છે કે, મતદાર યાદીમાંથી જે નામો કાઢી નાખવામાં આવ્યા, તેના કારણે પાર્ટીને 31 બેઠકો પર હારનો સામનો કરવો પડ્યો છે. આ બેઠકો પર જીત-હારનું જે અંતર હતું તેના કરતાં મતદાર યાદીમાંથી હટાવાયેલા મતોની સંખ્યા વધુ હતી, તેથી આ 31 બેઠકો પર ફરીથી ચૂંટણી કરાવવી જોઈએ. બીજી તરફ, ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને આ તમામ દાવાઓને નકારી કાઢ્યા છે અને આંકડાઓની રજૂઆત સામે વાંધો ઉઠાવ્યો છે.
આ સમગ્ર મામલાની શરૂઆત તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ'બ્રાયન દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓથી થઈ હતી. તેમના મતે ચૂંટણીમાં 31 એવી બેઠકો રહી જ્યાં જીતનું અંતર SIR દરમિયાન રદ કરાયેલા મતદારો કરતાં પણ ઓછું હતું. ઉદાહરણ તરીકે, એક બેઠક પર જીત-હારનો તફાવત માત્ર 401 મતોનો હતો, જ્યારે ત્યાંથી 8,785 જેટલા મતદારોના નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા. આ જ દલીલના આધારે પરિણામો પર સવાલ ઉઠાવીને ફરી ચૂંટણી યોજવાની માંગ કરવામાં આવી. સુપ્રીમ કોર્ટે આ અંગે ટિપ્પણી કરતા જણાવ્યું કે, માત્ર હટાવાયેલા નામો અને જીતના અંતરની સરખામણી કરવાથી આખી હકીકત સ્પષ્ટ થતી નથી,. કોર્ટે એ પણ પૂછ્યું કે, શું આ તમામ બેઠકો પર કાયદેસર ચૂંટણી અરજીઓ થઈ છે ખરી?
ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી છે કે સામે પક્ષે રજૂ કરાયેલા આંકડાઓમાં ASDD એટલે કે ગેરહાજર, સ્થળાંતરિત, મૃત્યુ પામેલા અને ડુપ્લિકેટ મતદારોનો પણ સમાવેશ કરી દેવાયો છે. આ પ્રકારના નામો યોગ્ય ચકાસણી અને નિયમ મુજબ હટાવાયા હતા, જેથી તેમને ન્યાયિક અધિકારીઓના આદેશથી રદ થયેલા નામો સાથે જોડી શકાય નહીં.
પંચે દલીલના સમર્થનમાં ચાર બેઠકોના આંકડા ટાંક્યા છે. દિનહાટામાં હારનો તફાવત 17,447 મતોનો હતો જ્યારે ન્યાયિક તપાસ બાદ રદ થયેલા નામો 17,274 હતા. ખરગ્રામ (SC) બેઠક પર તફાવત 9,333 હતો અને નામો 4,258 રદ થયા હતા. બાલી બેઠક પર અંતર 11,997 હતું અને નામો 11,386 હતા, જ્યારે હાવડા ઉત્તરમાં 11,250 મતોના અંતર સામે 11,179 નામો રદ થયા હતા. એટલે કે અહીં હાર-જીતનું અંતર હટાવાયેલા મતો કરતાં મોટું હતું. ચૂંટણી પંચે જણાવ્યું કે જો આ જ તર્ક લાગુ કરવામાં આવે તો TMC જીતી હોય તેવી 21 બેઠકો પણ એવી છે જ્યાં જીતના માર્જિન કરતાં રદ થયેલા નામોની સંખ્યા વધારે હતી. સીતાઈ, કુમારગંજ, હરિરામપુર, રતૂઆ, શમશેરગંજ, સૂતી, લાલગોલા, આમડંગા, કમરહાટી અને મધ્યમગ્રામ જેવી બેઠકો આ યાદીમાં આવે છે. દાખલા તરીકે સીતાઈ બેઠક પર જીતનું અંતર માત્ર 2,721 મતોનું હતું, જ્યારે ત્યાં ન્યાયિક ચકાસણી હેઠળ 20,213 નામો રદ કરવામાં આવ્યા હતા.
Related Articles
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટકાયતથી દીપકે ભડક્યા, CMને અલ્ટીમેટમ
આશુતોષ રાંકા સહિત 30થી વધુ કાર્યકરોની અટ...
Sep 27, 2026
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા મંત્રીએ યુવકને લાફો ઝીંકી દીધો
દિલ્હીમાં રોડનું નિરીક્ષણ કરવા પહોંચેલા...
Sep 27, 2026
મણિપુરમાં ઉગ્રવાદીઓનું ફરી તોફાન, ધડાધડ ગોળીઓ વરસાવી બે લોકોને મોતને ઘાત ઉતાર્યા
મણિપુરમાં ઉગ્રવાદીઓનું ફરી તોફાન, ધડાધડ...
Sep 27, 2026
'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય કમિશનરો સહમત હતા : ચૂંટણી પંચ
'સર'અંગેના તમામ નિર્ણયો લેવામાં ત્રણેય ક...
Sep 27, 2026
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિરીઝ પહેલાં શુભમન ગિલ ઈજાગ્રસ્ત
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! વેસ્ટ ઈન્ડિઝ સિ...
Sep 26, 2026
પ.બંગાળ ભાજપને મોટો ઝટકો, એન્ટી ગુંડા બિલ રાષ્ટ્રપતિએ મૂર્મુએ પાછું મોકલી દીધું
પ.બંગાળ ભાજપને મોટો ઝટકો, એન્ટી ગુંડા બિ...
Sep 26, 2026
Trending NEWS
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026
26 September, 2026