વીજળી પડતાં યુપીમાં 13, મહારાષ્ટ્રમાં 9નાં મોત, કેરળમાં શાળાઓ બંધ
June 16, 2025
દક્ષિણ ભારતમાં ચોમાસાનું આગમ થયા બાદ હવે તે ઉત્તર અને પશ્ચિમના રાજ્યો નજીક પહોંચવા લાગ્યું છે. જેને પગલે ગાજવીજ સાથે વરસાદ પણ પડવા લાગ્યો છે. ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી 13 લોકોના મોત થયા હતા. આ જાનહાનિ પ્રયાગરાજ, સંભલ, બિજનોર, ગોરખપુરમાં થઇ હતી. મહારાષ્ટ્રમાં પણ વીજળી પડવા સહિતની વરસાદની ઘટનાઓમાં 9 લોકોના મોત નિપજ્યા છે.
દક્ષિણમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી રહ્યો હોવાથી કેરળમાં સ્થિતિ વધુ ખરાબ થવા લાગી છે. કેરળમાં અનેક જિલ્લાઓમાં સ્કૂલ-કોલેજોને બંધ રાખવામાં આવી છે. ઉત્તર પ્રદેશમાં વીજળી પડવાથી જે 13 લોકો માર્યા ગયા છે તેમાં એક જ પરિવારના ચાર લોકોનો પણ સમાવેશ થાય છે. પ્રયાગરાજના સોનવર્ષા ગામમાં વિરેન્દ્ર વનવાસી તેની પત્ની પારવતી અને બન્ને પુત્રીઓ વાંસની છતવાળા એક મકાનમાં રાત્રે ઉંઘી રહ્યા હતા ત્યારે તેમના પર વીજળી પડી હતી.
જેને કારણે ચારેય લોકોના સ્થળ પર જ મોત નિપજ્યા હતા. બિજનોરમાં બે લોકો ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમના પર વીજળી પડતા મોત થયું હતું. બીજી તરફ કેરળમાં રવિવારે પણ અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે અતિ ભારે વરસાદ પડયો હતો, જેને પગલે અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા જ્યારે નદીઓ ભયજનક સપાટી વટાવી ચુકી હતી. જેથી મોટાભાગના ડેમોને ખોલવા પડયા હતા.
Related Articles
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત, મધરાત્રે જહાજ પર થયેલા ડ્રોન હુમલામાં ગયો જીવ, 4 ભારતીય ક્રૂ મેમ્બર્સ ઘાયલ
હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના નાવિકનું મોત...
May 09, 2026
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ સામે POCSO હેઠળ ગુનો: 17 વર્ષની સગીરા સાથે છેડતીનો આરોપ
કેન્દ્રીય મંત્રી બંડી સંજયના પુત્ર ભગીરથ...
May 09, 2026
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મઘાતી હુમલાની આશંકા, ભાજપ કાર્યાલય કિલ્લામાં ફેરવાયું
દિલ્હીમાં હાઈ એલર્ટ: કાર બોમ્બ અથવા આત્મ...
May 09, 2026
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગાળની પ્રજાનો આભાર વ્યક્ત કર્યો
PM મોદીએ જાહેર મંચથી અનોખા અંદાજમાં બંગા...
May 09, 2026
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દરરોજ કંપનીઓને 1 હજાર કરોડના નુકસાનનો દાવો
15 મે અગાઉ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી શકે, દ...
May 09, 2026
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમંત્રી, આવતીકાલે શપથવિધિ; ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં મહોર
શુભેન્દુ અધિકારી બનશે બંગાળના નવા મુખ્યમ...
May 09, 2026
Trending NEWS
09 May, 2026
09 May, 2026
09 May, 2026
09 May, 2026