કૃષ્ણા-ગોદાવારી બેસિનમાં કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો

October 24, 2026

2,027 મીટરની ઊંડાઈએથી ગેસનો પ્રવાહ મળ્યો
દિલ્હી- સરકારી કંપની ઓઇલ ઇન્ડિયા લિમિટેડ(OIL)ને કૃષ્ણા-ગોદાવારી બેસિનમાં કુદરતી ગેસ મળ્યો છે. આ શોધની વાત કરીએ તો આ શોધ સમુદ્રના છીછરા પાણીમાં સ્થિત એક બ્લોકમાં થઈ છે. તાજેતરમાં જ કંપનીએ આ બ્લોક ડિસ્કવર્ડ સ્મોલ ફીલ્ડ(DSF)ની બોલી પ્રક્રિયા દ્વારા મેળવ્યો હતો. ખાસ વાત તો એ છે કે જેનાથી દેશમાં ગેસનું ઘરેલું ઉત્પાદન વધારવામાં મદદ મળી શકે છે. તેવામાં સવાલ એ છે કે આ શોધ ક્યાં કરવામાં આવી છે અને તપાસ દરમિયાન કેટલો ગેસ મળ્યો છે.

મોટી વાત તો એ છે કે આ એક એવી જગ્યા છે, જ્યાં પહેલા ક્યારેય તપાસ કરવામાં જ ન હતી આવી. પરંતુ જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે કુદરતી ગેસનો નવો ભંડાર જ મળી ગયો. કંપનીએ 16 ઑક્ટોબર 2026ના રોજ કૂવામાં 2,027 મીટરની ઊંડાઈ પર ગેસનું નિરીક્ષણ શરૂ કર્યું હતું. આ દરમિયાન શરૂઆતમાં તો દરરોજ લગભગ 1 લાખ SCMD ગેસનો પ્રવાહ મળ્યો હતો.
મહત્ત્વની વાત એ છે કે જ્યારે સતત તપાસ કરવામાં આવી તો આ દરમિયાન 1 લાખ SCMDથી વધીને 2 લાખ SCMD સુધી પહોંચી ગયો. કંપનીએ દરરોજ લગભગ 170 બેરલ કન્ડેન્સેટ મળવાની માહિતી આપી છે. હવે સવાલ એ છે કે આખરે આથી ભારતને શું ફાયદો થઈ શકે છે?
મળતી માહિતી મુજબ, કંપનીએ કૃષ્ણા-ગોદાવારી બેસિનના મત્સ્યપુરી ફોર્મેશનમાં ગેસની શોધ કરી છે. આ શોધ KG-DSF/GSKW/2028 બ્લોકના ગોદાવારી-1 કૂવામાં થઈ છે.