કેરળમાં આતશબાજી દરમિયાન વિસ્ફોટથી 150 લોકો ઘાયલ
October 29, 2024
દિવાળી પહેલા કેરળના કાસરગોડમાં એક મોટો અકસ્માત થયો છે. અહીંના એક મંદિરમાં એક કાર્યક્રમ દરમિયાન ફટાકડાના સ્ટોરેજમાં મોટો વિસ્ફોટ થયો હતો. આ ઘટનામાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે. બધાને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. વિસ્ફોટના કારણે સ્થળ પર સ્થિતી બગડી હતી. કાર્યક્રમમાં સેંકડો લોકો ઉમટી પડ્યા હતા.
આ ઘટના અંજુતામ્બલમ વીરકાવુ મંદિરમાં બની હતી. અહીં મંદિરમાં વાર્ષિક કાલિયતમ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો હતો. કાર્યક્રમ માટે ફટાકડાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. તેને સ્ટોરેજમાં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. દરમિયાન રાત્રે 12.30 વાગ્યે અચાનક ફટાકડા ફૂટવા લાગ્યા અને થોડી જ વારમાં ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા.
ઘટના દરમિયાન લોકોએ મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડ કરવાનું શરૂ કરી દીધું હતું. વિસ્ફોટના કારણે 150થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી 97 ઘાયલોને અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી છે.
Related Articles
કેતન અગરવાલની હત્યા કરવા વાગ્દત્તા સિયાને તેના પ્રેમીએ ઉશ્કેરી હતી
કેતન અગરવાલની હત્યા કરવા વાગ્દત્તા સિયાન...
Jun 26, 2026
ઉત્તર પ્રદેશમાં પંચાયતોની મુદ્દત પુરી છતાં સરપંચોને સત્તા આપવા નિર્ણય, હાઈકોર્ટ લાલઘૂમ
ઉત્તર પ્રદેશમાં પંચાયતોની મુદ્દત પુરી છત...
Jun 26, 2026
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલાકમાં 300 મીમી વરસાદ, રેલવે ટ્રેક ડૂબ્યા, આખું શહેર જળબંબોળ
મુંબઈમાં ચોમાસાની તોફાની એન્ટ્રી, 24 કલા...
Jun 25, 2026
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની જતું : વિદેશ મંત્રાલયે નિયમો સ્પષ્ટ કર્યા
માત્ર પાસપોર્ટ હોવાથી કોઈ ભારતીય નથી બની...
Jun 25, 2026
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગોડાઉનનો શેડ ધરાશાયી થતા 60 શ્રમિક દટાયા, રેસ્ક્યૂ શરૂ
કોલકાતામાં મોટી દુર્ઘટના, નિર્માણાધીન ગો...
Jun 24, 2026
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું...
Jun 24, 2026
Trending NEWS
26 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026
25 June, 2026