ટ્રમ્પ પર ભરોસો નથી... પાકિસ્તાની 82%, ફ્રાન્સની 84% પ્રજા નારાજ; ભારત સહિત 36 દેશોનો સર્વે
June 25, 2026
અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વૈશ્વિક છબીને લઈને પ્યુ રિસર્ચ સેન્ટરનો વર્ષ 2026નો 'ગ્લોબલ એટિટ્યુડ્સ સર્વે' સામે આવ્યો છે. ભારત સહિત વિશ્વના 36 દેશોના 42,151 લોકો સાથે ફેબ્રુઆરીથી મે 2026 વચ્ચે કરાયેલી વાતચીતના આધારે આ ચોંકાવનારો અહેવાલ તૈયાર કરાયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ટ્રમ્પ પરનો ભરોસો સૌથી નીચલા સ્તરે પહોંચ્યો છે. સર્વેક્ષણ મુજબ, વૈશ્વિક સ્તરે સરેરાશ 76% લોકોએ સ્પષ્ટ કર્યું છે કે તેમને વૈશ્વિક બાબતોમાં સાચા નિર્ણયો લેવા માટે ટ્રમ્પ પર કોઈ ભરોસો નથી, જ્યારે માત્ર 23% લોકો જ તેમની ક્ષમતા પર વિશ્વાસ ધરાવે છે. દુનિયાના અન્ય દેશોની સરખામણીએ ભારતમાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રત્યેનો નજરીયો ઘણો સકારાત્મક જોવા મળ્યો છે. જો કે, અન્ય વૈશ્વિક નેતાઓની સરખામણીમાં ભારતીયોની પહેલી પસંદ રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન છે, જેમના પર સૌથી વધુ 51% લોકો ભરોસો કરે છે. તે સિવાય ભારતીયોનો અન્ય વૈશ્વિક નેતાઓ પરનો વિશ્વાસ આ મુજબ છે: બેન્જામિન નેતાન્યાહુ પર 34%, ઈમેન્યુઅલ મેક્રોન પર 33%, વોલોદિમીર ઝેલેન્સ્કી પર 29% અને શી જિનપિંગ પર સૌથી ઓછો 25% લોકો ભરોસો રાખે છે.
અમેરિકાની ટેરિફ નીતિ પર ભારતમાં માત્ર 18% લોકોએ જ ટ્રમ્પના નિર્ણયોનું સમર્થન કર્યું છે. વૈશ્વિક સ્તરે કેટલાક દેશોમાં ટ્રમ્પને સારું સમર્થન મળ્યું છે, જ્યારે ઘણા દેશોમાં તેમની લોકપ્રિયતા તળિયે બેસી ગઈ છે...
સૌથી વધુ ભરોસો ધરાવતા દેશો : ફિલિપીન્સ (68% ભરોસો, 29% ભરોસો નથી), ઈઝરાયેલ (66% ભરોસો, 33% ભરોસો નથી), નાઈજીરિયા (65% ભરોસો, 31% ભરોસો નથી), કેન્યા (63% ભરોસો, 36% ભરોસો નથી) અને ઘાના (54% ભરોસો, 33% ભરોસો નથી).
સૌથી ઓછો ભરોસો ધરાવતા દેશો : વેસ્ટ બેંક/ઈસ્ટ જેરૂસલેમ (4% ભરોસો, 87% ભરોસો નથી), તુર્કિયે (6% ભરોસો, 92% ભરોસો નથી), સ્વીડન (11% ભરોસો, 89% ભરોસો નથી), મેક્સિકો (11% ભરોસો, 88% ભરોસો નથી), પાકિસ્તાન (12% ભરોસો, 82% ભરોસો નથી), મલેશિયા (13% ભરોસો, 87% ભરોસો નથી), નેધરલેન્ડ (15% ભરોસો, 85% ભરોસો નથી), ફ્રાન્સ (15% ભરોસો, 84% ભરોસો નથી) અને જર્મની (16% ભરોસો, 84% ભરોસો નથી).
અન્ય દેશોમાં ટ્રમ્પ પ્રત્યે લોકોનો મિશ્ર મત
હંગેરી: ભરોસો 44% | ભરોસો નથી 55%
કોલંબિયા: ભરોસો 43% | ભરોસો નથી 53%
શ્રીલંકા: ભરોસો 35% | ભરોસો નથી 51%
પેરુ: ભરોસો 31% | ભરોસો નથી 61%
બ્રાઝિલ: ભરોસો 30% | ભરોસો નથી 64%
આર્જેન્ટિના: ભરોસો 29% | ભરોસો નથી 66%
પોલેન્ડ: ભરોસો 29% | ભરોસો નથી 67%
ચીલી: ભરોસો 28% | ભરોસો નથી 68%
દક્ષિણ આફ્રિકા: ભરોસો 26% | ભરોસો નથી 67%
યુ.કે. : ભરોસો 26% | ભરોસો નથી 74%
બાંગ્લાદેશ: ભરોસો 25% | ભરોસો નથી 63%
જાપાન: ભરોસો 25% | ભરોસો નથી 74%
દક્ષિણ કોરિયા: ભરોસો 22% | ભરોસો નથી 77%
ગ્રીસ: ભરોસો 22% | ભરોસો નથી 78%
સ્પેน: ભરોસો 21% | ભરોસો નથી 78%
ઈન્ડોનેશિયા: ભરોસો 20% | ભરોસો નથી 78%
કેનેડા: ભરોસો 20% | ભરોસો નથી 79%
થાઈલેન્ડ: ભરોસો 19% | ભરોસો નથી 79%
સિંગાપોર: ભરોસો 19% | ભરોસો નથી 81%
ઓસ્ટ્રેલિયા: ભરોસો 18% | ભરોસો નથી 82%
ઈટાલી: ભરોસો 17% | ભરોસો નથી 83%
Related Articles
રાહત માટે નહીં, આતંકવાદ માટે અમેરિકી પૈસા વપરાય છે : મસ્કના દાવાથી હડકંપ
રાહત માટે નહીં, આતંકવાદ માટે અમેરિકી પૈસ...
Jun 25, 2026
હોર્મુઝ રૂટ ખુલવા છતાં મોંઘવારીનું સંકટ યથાવત્! ઓઇલ ટેન્કરોએ શરૂ કર્યો નવો ખેલ
હોર્મુઝ રૂટ ખુલવા છતાં મોંઘવારીનું સંકટ...
Jun 25, 2026
ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા વડાપ્રધાન મોદીને આમંત્રણ, ઈરાનના પ્રમુખે મોકલ્યો સંદેશ
ખામેનેઈના અંતિમ સંસ્કારમાં આવવા વડાપ્રધા...
Jun 24, 2026
અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું અંધાધૂંધ ફાયરિંગ, હુમલાખોરની ધરપકડ, 2 લોકોના મોત
અમેરિકાની લાઈબ્રેરીમાં 18 વર્ષના યુવકનું...
Jun 24, 2026
બ્રિટનમાં કીર સ્ટાર્મરના રાજીનામા બાદ રાજકીય અસ્થિરતા, નવા વડાપ્રધાન તરીકે એન્ડી બર્નહામ રેસમાં
બ્રિટનમાં કીર સ્ટાર્મરના રાજીનામા બાદ રા...
Jun 23, 2026
કતારના ગેસ પ્લાન્ટમાં ટેકનિકલ ખામીથી બ્લાસ્ટ થતાં 12 ભારતીયોના મોત, 66 ઈજાગ્રસ્ત; 70 કિલોમીટર દૂર દોહા સુધી આંચકા
કતારના ગેસ પ્લાન્ટમાં ટેકનિકલ ખામીથી બ્લ...
Jun 23, 2026
Trending NEWS
25 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
24 June, 2026
23 June, 2026