હત્યારા સુહરાવર્દીના નામે રહેલા રસ્તાનું નામ બદલાતા વિવાદ, મુખ્યમંત્રીએ કર્યું કે મુગલો કે પઠાણોના નામે કોઈ સડક નહીં રખાય
June 24, 2026
પશ્ચિમ બંગાળ વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રસ્તાઓના નામ બદલવા મામલે મોટો વિવાદ સર્જાયો હતો. રાજ્ય સરકારે કોલકાતાના પાર્ક સર્કસથી ડોન બોસ્કો સર્કલ સુધીના 500 મીટર લાંબા સુહરાવર્દી માર્ગનું નામ બદલીને ગોપાલ મુખર્જી માર્ગ કરી દીધું છે. આ નિર્ણયનો વિપક્ષી નેતા ઋતબ્રત બેનર્જીએ ગૃહમાં આકરો વિરોધ કરતા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી ભડક્યા હતા અને બંને વચ્ચે ભારે ઉગ્ર બોલાચાલી થઈ હતી. મુખ્યમંત્રીએ વિધાનસભામાં સ્પષ્ટ શબ્દોમાં જાહેરાત કરી હતી કે કોલકાતામાં હવેથી મુગલો કે પઠાણોના નામ પર કોઈ સડક રાખવામાં આવશે નહીં.
રસ્તાનું નામ બદલવા પાછળનું કારણ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ સડક બંગાળના કસાઈ ગણાતા હુસૈન સુહરાવર્દીના નામે હતી. તેમના હાથ 1946ની હિંસાના લોહીથી ખરડાયેલા હતા અને જ્યોતિ બસુના મતે તેમણે ઓછામાં ઓછા 20,000 લોકોની હત્યા કરી હતી. આથી બંગાળમાં આવી કોઈ વ્યક્તિના નામે સડક કે ગલી રાખવાનો સવાલ જ ઊભો થતો નથી. વિપક્ષી નેતા ઋતબ્રતે જ્યારે આ નિર્ણયનો વિરોધ કર્યો, ત્યારે મુખ્યમંત્રીએ તેમની માનસિકતા પર પ્રહાર કરતા કહ્યું કે તેઓ બંગાળી સંસ્કૃતિ અને પરંપરાને ભૂંસી ન શકે. તેમનું ભાષણ કોઈ સ્થાનિક નેતા જેવું નહીં પણ એક કમ્યુનિસ્ટ જેવું હતું અને તેઓ તેમની કોઈ સલાહ લેવાના નથી.
મુખ્યમંત્રીએ બંગાળમાં રસ્તાઓના નામ બદલવા માટે સ્વામી પ્રદીપાનંદ મહારાજ સમિતિની રચના કરવાની જાહેરાત કરી છે. સ્વામી પ્રદીપાનંદ મહારાજ આ સમિતિના અધ્યક્ષ રહેશે, જે નવા નામોનું મૂલ્યાંકન કરશે અને કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા તેમને પોતાના પ્રસ્તાવ મોકલી શકશે. તેમણે ઉમેર્યું હતું કે ભગીની નિવેદિતા સિવાય અન્ય કોઈ પણ વિદેશીના નામે રસ્તો રાખતા પહેલા વિચારવું પડશે, પરંતુ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ જેવા સાચા દેશભક્તોનું સન્માન ચોક્કસ કરવામાં આવશે. આ સાથે તેમણે યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ હસન સુહરાવર્દીનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે તેમણે દેશભક્ત વીણા બસુને અંગ્રેજોના હવાલે કર્યા હતા, તેથી આવા લોકોના નામ કોલકાતામાંથી હટાવવા અત્યંત જરૂરી છે.
Related Articles
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અનેક રાજ્યોમાં અતિ ભારે વરસાદનું એલર્ટ, IMDએ ચેતવણી જાહેર કરી
બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન એક્ટિવ, અને...
Sep 23, 2026
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રોસ વોટિંગ કરતાં '0' વોટ મળ્યા, ક્ષોભજનક સ્થિતિ સર્જાઈ
ભાજપ સાથે મોટો દાવ, તમામ કાઉન્સિલરે ક્રો...
Sep 22, 2026
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3નાં મોત, બિકાનેરમાં દુર્ઘટનાથી ગામમાં માતમ
એકને બચાવવા જતાં બીજા બે ભાઈ ડૂબી જતાં 3...
Sep 22, 2026
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા ધ્વનિ પ્રદૂષણ અંગે હાઈકોર્ટ લાલઘૂમ, કહ્યું- અમે કોઈ ધર્મ કે તહેવાર વિરુદ્ધ નથી
ગણેશોત્સવમાં DJ, લાઉડ સ્પીકર દ્વારા થતા...
Sep 22, 2026
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ હોસ્ટેલમાંથી સીલિંગ ફેન હટાવ્યા, દીવાલ પર લગાવશે પંખા
વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં IIT બોમ્બેએ...
Sep 22, 2026
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપનીનું કૌભાંડ, 3 આરોપીઓની ધરપકડ, PMOમાં ફરિયાદ
ઇન્ડો-યુએસ પ્રોજેક્ટના નામે દિલ્હીની કંપ...
Sep 22, 2026
Trending NEWS
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026
22 September, 2026